🔥 TRENDING ગારીયાધારમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય... ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ પર સમીક્ષા... ફાગવેલમાં કોંગ્રેસ સમિતિની કારોબારી બે... Bhutia Raises Questions Over India-Bra... Hundreds of Fans Storm Local Wedding A... Saiyaara Surpasses Kabir Singh, Become...
09 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તિલકવાડા તાલુકામાં આદિવાસી એકતાનો રંગ, વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 09 Aug 2026, 06:14 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. તિલકવાડા ચોકડીથી શરૂ થયેલી રેલી ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને અંતે ફરી તિલકવાડા ચોકડી ખાતે પૂર્ણ થઈ હતી. પરંપરાગત આદિવાસી વેશભૂષામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
રેલી દરમિયાન આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને એકતાની ઝલક જોવા મળી હતી. “આપણી એકતા, અમારી શક્તિ”ના સંદેશ સાથે સમાજને સંગઠિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઢોલ-નગારાના તાલ સાથે યુવાનો અને સમાજના ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક રેલીમાં જોડાયા હતા.
બીજી તરફ, દેવલીયા વિસ્તારમાં આદિવાસી એકતા પરિષદના આયોજન હેઠળ વિશાળ રેલી યોજાઈ હતી. અગરથી નીકળેલી રેલી સુરજીપુરા, સાવલી, ગંભીરપુરા અને ગેગડીયા ચોકડી થઈ દેવલીયા ચોકડી ખાતે પહોંચી હતી. રેલી પૂર્ણ થયા બાદ દેવલીયા ચોકડી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સભામાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનું જતન, શિક્ષણને પ્રોત્સાહન તથા સમાજના સર્વાંગી વિકાસ માટે એકજૂથ થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. બંને સ્થળોએ મોટી સંખ્યામાં લોકોની હાજરી અને ઉત્સાહથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી યાદગાર બની હતી.
📲Get App