🔥 TRENDING બેંગલુરુમાં ગાઝિયાબાદથી ભાગતા તસ્કરને... पालीगंज में 'PM सूर्य घर योजना' के प्र... Excise Dept Seizes 3,600 Litres of Ill... ભરૂચમાં રક્ષાબંધન પર બહેનો માટે સિટી બ... Over 300 Indians Missing After Flash F... Jalandhar Civil Hospital OPD Closes, P...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડનગરમાં ૬ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, ૧ આરોપી અટકાયો
Crime

વડનગરમાં ૬ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, ૧ આરોપી અટકાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 09 Aug 2026, 08:56 AM 👁 30
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડનગરના છાબલિયા ગામમાં પોલીસે દારૂના હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં ૬ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો છે.

મહેસાણા જિલ્લાના વડનગરના છાબલિયા ગામે ઘાસચારાના છાપરામાંથી ૬ લાખથી વધુના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. ગાંધીનગર રેન્જ અને મહેસાણા જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર, વડનગર સ્માર્ટ પોલીસે દારૂના હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના અ.હે.કો. મુકેશકુમાર અને આ.લો.ર. શરદકુમારને ખાનગી રીતે બાતમી મળી હતી કે, છાબલિયા ગામના વહકારપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર બાલાજી બાબુજીએ પોતાના ઘરની બાજુમાં ઘાસચારો રાખવાના છાપરામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે. બાતમીના આધારે, વડનગર પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડીને એક આરોપીને રંગેહાથ ઝડપ્યો હતો.

ઝડપાયેલ મુદ્દામાલમાં કુલ ૩,૧૨૦ બોટલ/ટીન (૯૯૨.૦૪ લીટર) વિદેશી દારૂનો જથ્થો છે, જેની કિંમત ₹૬,૦૭,૩૦૫/- છે. ઉપરાંત, એક સ્વિફ્ટ ગાડી પણ ઝડપાઈ છે, જે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાઈ રહી હતી.
📲Get App