🔥 TRENDING સુરતમાં બોઈલર નજીકની ખુલ્લી ગટરમાં પડી... ખંભાતવાળા રઈશ મિલાત સાહેબનું સલાદરા ગા... સુરતમાં 10 દિવસીય 'યશવી નવરાત્રી 3.0'ન... मौसम का मिजाज ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਵਿੱਚ ਬਾਰਸ਼ ਦੇ ਪਾਣੀ ਕਾਰਨ ਕਿਸ... Gandhinagar Civic Polls Open; 6% Voter...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધનસુરામાં વિજિલન્સથી બચવા કાર ચાલકે મચાવ્યો આતંક, ૪ ગાડીઓને અડફેટે લીધી
Crime

ધનસુરામાં વિજિલન્સથી બચવા કાર ચાલકે મચાવ્યો આતંક, ૪ ગાડીઓને અડફેટે લીધી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 08 Aug 2026, 07:54 PM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધનસુરાના બગીચા વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારના ચાલકે વિજિલન્સ ટીમથી બચવા માટે બેફામ ગાડી દોડાવી અન્ય ચાર વાહનોને અડફેટે લીધા હતા. જોકે, પોલીસે તેનો પીછો કરી કાર ઝડપી પાડી હતી.

ધનસુરાના બગીચા વિસ્તારમાં આજે એક ફિલ્મી દ્રશ્ય સર્જાયું હતું. વિજિલન્સ ટીમથી બચવા માટે વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારના ડ્રાઇવરે બેફામ ગાડી દોડાવીને માર્ગ પર જતી અન્ય ચાર ગાડીઓને અડફેટે લીધી હતી.

મળેલી માહિતી અનુસાર, ધનસુરાના બગીચા વિસ્તારમાં વિદેશી દારૂથી ભરેલી એક ફોર્ચ્યુનર કાર (GJ 01 RY 0875) પસાર થઈ રહી હતી, ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમે તેને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો હતો. વિજિલન્સની બાતમીથી ગભરાઈ ગયેલા બુટલેગરે પોતાની ફોર્ચ્યુનર કાર પૂર્ણ ઝડપે દોડાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન તેણે રસ્તા પર ઉભેલી તથા પસાર થતી આલ્ટો (GJ 31 N 4820), ક્રેટા, સ્વિફ્ટ અને અન્ય એક કાર એમ કુલ મળીને ૪ ગાડીઓને જોરદાર ટક્કર મારી અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ફોર્ચ્યુનર અને અલ્ટો સહિતની ગાડીઓના આગળ-પાછળના ભાગે ભારે નુકસાન થયું હતું.

જોકે, વિજિલન્સની ટીમે હિંમતપૂર્વક પીછો કરીને દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારને આખરે ઝડપી પાડી હતી.
📲Get App