🔥 ट्रेंडिंग બોરીદ્રા પ્રાથમિક શાળામાં આદિવાસી સંસ્... सिद्धु जॉननलागड्डा की पहली वेब सीरीज़... न्यूज़18 ने 7-9 अगस्त 2026 के लिए नया... रामायण फिल्म 6 नवंबर को भारत में रिलीज... टीवीगाइड.कॉम ने अगस्त 2026 के लिए 58 स... रामायण फ़िल्म का भारत में रिलीज़, वैश्...
08 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્ય આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાવરકુંડલા ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ભાવવંદના કરી

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 08 अग. 2026, 09:40 AM 👁 21
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*રાજ્ય આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાવરકુંડલા ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ભાવવંદના કરી*
*૦૦૦૦૦૦*
*અમરેલી તા. ૦૭ ઓગસ્ચ,૨૦૨૬ –* આજરોજ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાવરકુંડલા સ્થિત શ્રી પટેલ જ્ઞાતિ વાડીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ભારતના લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા પૂજ્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, તેમના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવપૂર્વક ચરણ વંદના કરી હતી.

આ મુલાકાત વેળાએ સાવરકુંડલા-લીલીયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા તેમજ સાવરકુંડલા પટેલ સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પટેલ સમાજ જ્ઞાતિ વાડી ખાતે ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ સરદાર સાહેબના અપ્રતિમ રાષ્ટ્રપ્રેમ, દ્રઢ સંકલ્પશક્તિ અને અખંડિતતાના આદર્શોને યાદ કરી તેમના બતાવેલા માર્ગ પર ચાલવાની પ્રેરણા મેળવી હતી. પટેલ સમાજ સાવરકુંડલાના અગ્રણીઓ દ્વારા આ તકે રાજ્ય આરોગ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાનું ભાવભર્યું સ્વાગત અને બહુમાન પણ કરવામાં આવ્યું હતું.
📲Get App