🔥 TRENDING बोटाड जिले में आज धोधमर वर्षा Three arrested in Jamui after video sh... CPI activist Ajay Pandit killed in bom... Jabalpur HC issues non-bailable warran... டெங்கு காய்ச்சல் வராமல் தடுக்க!!! முன... જામજોધપુર સીદસર ઉમિયાધામ
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પંથોડા પ્રાથમિક શાળામાં અક્ષિતા કોટન લિમિટેડ અને તાલુકા પંચાયત દ્વારા શૈક્ષણિક કીટ અને નાસ્તાનું વિતરણ
Education

પંથોડા પ્રાથમિક શાળામાં અક્ષિતા કોટન લિમિટેડ અને તાલુકા પંચાયત દ્વારા શૈક્ષણિક કીટ અને નાસ્તાનું વિતરણ

✍️ Reporter: Hanifbhai mahammadbhai jadav 🗓 05 Jul 2026, 05:30 PM 👁 97
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કડી શહેરની અક્ષિતા કોટન લિમિટેડ દ્વારા પંથોડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું દાન કરવામાં આવ્યું, જ્યારે કડી તાલુકા પંચાયતના ડેલીગેટ શાહીલભાઈ જાદવ દ્વારા નાસ્તાનું વિતરણ કરાયું.

પંથોડા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક અભ્યાસ માટે જરૂરી નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. કડી શહેરના અક્ષિતા કોટન લિમિટેડના દાતા શ્રી નિતિનભાઈ ગોવિંદભાઈ પટેલ અને તેમના પરિવારે આ સાહિત્ય દાન કર્યું. આ દાન સ્વરૂપે બાલવાટિકાથી ધોરણ 3 સુધીના બાળકોને 500 નંગ નોટબુકો અને ધોરણ 5 થી 9 સુધીના બાળકોને 1800 નંગ ચોપડા આપવામાં આવ્યા.

આ પ્રસંગે કડી તાલુકા પંચાયતના ડેલીગેટ શાહીલભાઈ જાદવ તરફથી શાળાના તમામ બાળકોને અલ્પાહારમાં ડબ્બા પેકિંગમાં ચવાણું આપવામાં આવ્યું. આ નાસ્તાનું વિતરણ અગોલ ગામના ડેલીગેટ શાહીલભાઈના પિતા મેમુદભાઈ જાદવ, આદમ જીવા, મીરખાન જામા, અરબાઝ મેમુદ, ઈકબાલભાઈ રસુલભાઈ મંત્રી, પત્રકાર હનીફભાઇ જાદવ અને ગામના સરપંચ રસુલભાઈના હસ્તે કરવામાં આવ્યું. શાળાના બાળકો માટે નાસ્તાના વિતરણનું સુંદર આયોજન સોહિલ અબ્દુલ સિપાઈ અને ઝાકીર હુસૈન કરીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

શાળાના આચાર્ય શ્રી ઈસબભાઈ રસુલભાઈ રાઠોડે આ કાર્યક્રમ માટે દાતાઓનો સંપર્ક, આયોજન અને વ્યવસ્થામાં સિંહફાળો આપ્યો હતો. આ પ્રસંગે પંથોડા ગામના સરપંચ રસુલભાઈ, SMC અધ્યક્ષ મોહસીનભાઈ, વિક્રમભાઈ માલજીભાઈ ઠાકોર, ગુલામનબી હેતભાઈ, બાબુજી ઠાકોર સાહેબ સીઆરસી મેઢા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો અને જ્ઞાન સહાયક શિક્ષિકા બહેનોએ વાલીઓને રૂબરૂ બોલાવીને નોટબુક અને ચોપડાનું વિતરણ વ્યવસ્થિત રીતે સંપન્ન કર્યું.

આચાર્ય શ્રી ઈસબભાઈ રસુલભાઈ રાઠોડે દાતાઓ, શાળા સ્ટાફ અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો. કડી તાલુકા પંચાયતના ડેલીગેટ શાહીલભાઈ જાદવ દ્વારા શાળાના આચાર્ય અને સમગ્ર શિક્ષક સ્ટાફને ભેટ પણ આપવામાં આવી.
📲Get App