🔥 ट्रेंडिंग ‘बटवारा 1947’ ने रिलीज़ किया रोमांटिक... रॉ मॅंगो और ए‑कल ने राष्ट्रीय बुनाई दि... सोनू नायगम ने हिन्दी‑हरियाणवी में डेब्... सीजेपी के संस्थापक अभिजीत डिपके ने JPS... झारखंड सरकार ने FY27 के लिए ₹8,399 करो... भारतीय राज्य में युवा आंदोलन
07 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*સંવેદન ગૃપ અમરેલી દ્વારા ૧૧૦મુ ચક્ષુદાન* નેત્રદાન જાગૃતિ માટે સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટીની સરાહનીય કામગીરી

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 07 अग. 2026, 02:38 PM 👁 27
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*સંવેદન ગૃપ અમરેલી દ્વારા ૧૧૦મુ ચક્ષુદાન*

નેત્રદાન જાગૃતિ માટે સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટીની સરાહનીય કામગીરી

અમરેલીનાં ચિતલ રોડ પર આવેલ અવધ રેસિડેન્સીમાં વસતાં વેપારી પ્રતાપરાય હીરાચંદભાઈ મહેતા (ઉં.વ.૮૨) નું અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા અનુસાર તેમનાં ધર્મપત્ની સુશીલાબેન પ્રતાપભાઈ મહેતા તથા તેમનાં પૂત્રો પિયુષભાઈ, નિશાંતભાઈ તથા મિતુલભાઈએ પડોશી ડૉ. ખુંટ સાહેબને ચક્ષુદાન બાબતે વાત કરી હતી અને પૂર્વ નગરસેવક ડૉ. ચંદ્રેશ ખુંટે ચક્ષુદાન પ્રવૃત્તિ કરતી સંસ્થા સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટીનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ. આ નેત્રદાન સ્વીકારવા માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચનાં સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ સાથે મહિલા રેડક્રોસનાં હેડ ઈલાબેન વાઢેરે સેવા આપી હતી.
અત્રે રાજકોટનાં ઈમરજન્સી ડૉ. અંકુર મહેતા, જીજ્ઞેશભાઈ મોદી, પી..આઈ. જાડેજા સાહેબ, ડૉ. ક્રિષ્નાબેન ઉપસ્થિત રહ્યાં હતાં.
મહેતા પરિવારની સમયસરની જાગૃતિ બે અંદરજનોના જીવનમાં રોશની લાવશે, સ્વજનનાં મૃત્યુ બાદ ચક્ષુદાન કરી તેઓએ સમાજ માટે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમ સંવેદન ગૃપના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.
📲Get App