🔥 TRENDING મુંબઇમાં નીતા-મુકેશ અંબાણીનું ગણપતિ મહ... ભરૂચ રેલવે સ્ટેશન પર દારૂનો જથ્થો ઝડપી... 108 ના પાયલોટ ને રસ્તો ખોરવા માં પડી મ... નારોલ પોલીસ દ્વારા ૨ આરોપીઓને કફ શિરપ... Punjab High Court asks state governmen... Candle March in Begusarai: Politicians...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભરૂચમાં ઝાડેશ્વર કિનારે PM મોદીના 76મા જન્મદિવસે ભવ્ય દીપોત્સવ

✍️ Reporter: Nilesh Chaudhari 🗓 16 Sep 2026, 09:54 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લા BJP પરિવાર દ્વારા ઝાડેશ્વર ખાતે નર્મદા કિનારે 17 સપ્ટેમ્બરે PM નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે વિશેષ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું.

ભરૂચ જિલ્લા BJP પરિવાર દ્વારા ઝાડેશ્વર ખાતે નર્મદા કિનારે 17 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે PM નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે વિશેષ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાયત્રી માતાજીના મંદિર ખાતે નર્મદા મૈયાની મહાઆરતી યોજાશે, જેમાં ઉજ્જૈનથી આવેલા પંડિતો દ્વારા આરતી કરવામાં આવશે. 76 નાવડીઓના સથવારે નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ કરાશે તેમજ દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે યજ્ઞ-પ્રાર્થનાનું આયોજન છે.

ગુજરાત BJPના સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિત જિલ્લા BJPના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહેશે. ભરૂચ જિલ્લા BJP પ્રમુખ પ્રકાશ મોદીએ જિલ્લાવાસીઓને આમંત્રણ આપ્યું છે. આ કાર્યક્રમ ‘સેવા સંકલ્પ અભિયાન 2026’ હેઠળ યોજાઈ રહ્યો છે.
📲Get App