🔥 ट्रेंडिंग बालाघाट: छात्रावासों में बाल सुरक्षा,... વિજય રાજ બાપુની આગેવાનીમાં નિસરાયા ગામ... सिंहस्थ मेले के निर्माण कार्यों में दे... लालमन कोटेदार व उसके परिवार वाले निंद... इंदौर में गोपाल कृष्ण ग्राम पुरस्कार य... സ്വർണ്ണക്കപ്പ് പ്രദർശനം നടന്നു.
25 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અનુકંપા ફાઉન્ડેશન, અમરેલીના ઉપક્રમે તથા એઈમ્સ હોસ્પિટલ, અમરેલીના તબીબી સહયોગથી PGVCL કચેરી, અમરેલી ખાતે નિઃશુલ્ક કાર્ડિયાક ચેકઅપ તથા CPR અવેરનેસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 25 अक्टू. 2026, 10:00 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અનુકંપા ફાઉન્ડેશન, અમરેલીના ઉપક્રમે તથા એઈમ્સ હોસ્પિટલ, અમરેલીના તબીબી સહયોગથી PGVCL કચેરી, અમરેલી ખાતે નિઃશુલ્ક કાર્ડિયાક ચેકઅપ તથા CPR અવેરનેસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ કેમ્પમાં 100થી વધુ કર્મચારીઓએ હૃદયની તપાસ, આરોગ્ય માર્ગદર્શન તથા CPR અંગેની મહત્વપૂર્ણ માહિતીનો લાભ લીધો.

આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, જાણીતા સમાજસેવી ડૉ. ભરતભાઈ કાનાબાર સાહેબ, સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર શ્રી સી. સી. ડામોર સાહેબ, યોગ ટ્રેનર શ્રી સાગર મહેતા તથા આસિસ્ટન્ટ સેક્રેટરી શ્રી ભાવેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કેમ્પ દરમિયાન સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પલ્વી મહાજન દ્વારા CPR અંગેની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી, જેથી કટોકટીના સમયે અમૂલ્ય જીવન બચાવવા માટે કર્મચારીઓ જાગૃત અને સજ્જ બની શકે.

આ સફળ આયોજનમાં એઈમ્સ હોસ્પિટલ તરફથી શ્રી કુલદીપ ભમ્મર, ડૉ. ધ્રુવ મહેતા, શ્રી કમલેશ ડેર તથા સમગ્ર નર્સિંગ સ્ટાફની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.

આ સેવાકીય અભિયાનને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ મહાનુભાવો, તબીબી ટીમ અને PGVCL પરિવારનો હૃદયપૂર્વક આભાર. 🙏🏻

સ્વસ્થ હૃદય, સ્વસ્થ રાષ્ટ્ર અને સ્વસ્થ અમરેલીના સંકલ્પ સાથે જનઆરોગ્યની દિશામાં એક સફળ પગલું! ❤️
📲Get App