🔥 TRENDING ManoramaMAX to Debut "Abhirami" Film a... New OTT Releases This Week: Shaque, Do... Rise and Fall 2 Announces Contestant L... SS Rajamouli unveils trailer of ‘Sigma... Ajay Devgn’s ‘Drishyam 3’ retitled ‘Dr... Nani’s ‘The Paradise’ to Open with Rs ...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
NEET પેપર લીક મુદ્દે ભાવનગરમાં કોંગ્રેસનો ભાજપ કાર્યાલય સામે હલ્લાબોલ
Defence

NEET પેપર લીક મુદ્દે ભાવનગરમાં કોંગ્રેસનો ભાજપ કાર્યાલય સામે હલ્લાબોલ

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 24 Jul 2026, 12:30 AM 👁 97
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ ​શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ યોજાયેલા "છાત્ર ગુંજ" કાર્યક્રમ બાદ કાર્યકરોએ ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના આ વિરોધ કાર્યક્રમને પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ભાજપ કાર્યાલય ખાતે અગાઉથી જ ચુસ્ત અને લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ભાવનગર:
NEET સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓને લઇને સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે. આ વિરોધ પ્રદર્શન વચ્ચે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા બુધવારે ભાજપ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન યોજી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસે આ ઉગ્ર આંદોલનનું એલાન આપ્યું હતું.
​ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ
​શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ યોજાયેલા "છાત્ર ગુંજ" કાર્યક્રમ બાદ કાર્યકરોએ ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના આ વિરોધ કાર્યક્રમને પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ભાજપ કાર્યાલય ખાતે અગાઉથી જ ચુસ્ત અને લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
​પોલીસ સાથે ધક્કામુક્કી અને પૂતળા દહન
​પોલીસના સઘન બંદોબસ્ત છતાં કોંગ્રેસના કાર્યકરો વ્યૂહાત્મક રીતે ભાજપ કાર્યાલય નજીક પહોંચવામાં સફળ રહ્યા હતા. કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાર્યાલય નજીક જ પૂતળા દહન કર્યું હતું. આ દરમિયાન સ્થળ પર તૈનાત પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ભારે ધક્કામુક્કી અને ખેંચતાણના દૃશ્યો પણ સર્જાયા હતા.
​પોલીસે સ્થિતિ કાબૂમાં લઈ અટકાયતી પગલાં ભર્યા
​વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાં પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ, પ્રવીણભાઈ રાઠોડ સહિત આશરે ૫૦ જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે ભાજપ કાર્યાલય આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જોકે પોલીસે સમયસૂચકતા વાપરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પુનઃ થાળે પાડી હતી.
📲Get App