🔥 TRENDING Narrow‑Gauge Trains on Pathankot‑Jogin... Pathankot to Host Global Dialogue Hub... Three Sikh Icons Honored with Portrait... SGPC to Launch Vahir Gurmat Samagam Ac... Cockroach Janata Party protests in Del... బతుకమ్మ పండుగ వేడుకలు
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા MD ડ્રગ્સ સપ્લાય નેટવર્કનો પર્દાફાશ
Crime

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા MD ડ્રગ્સ સપ્લાય નેટવર્કનો પર્દાફાશ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 13 Aug 2026, 09:00 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચે ‘NO DRUGS IN SURAT CITY’ અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરી છે, જેમાં 53.770 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક પેડલરને ઝડપી પાડવામાં આવ્યો છે.

સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચે ‘NO DRUGS IN SURAT CITY’ અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મિઢોળા બ્રિજ પાસે રેડ કરી તૌકીર ઉર્ફે બિલ્લા નામના પેડલરને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 53.770 ગ્રામ MD ડ્રગ્સ, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ અંદાજે ₹1.61 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મુંબઈના ધારાવી વિસ્તારમાંથી સમીર ઉર્ફે છોટુ પાસેથી ડ્રગ્સ લઈને બાંદ્રાથી ટ્રેન મારફતે નવસારી થઈ સુરત પહોંચ્યો હતો. આ કેસમાં સુરતના ઉનગામ વિસ્તારના યાસીન શેખ તેમજ મુંબઈના ડ્રગ સપ્લાયર સમીર ઉર્ફે છોટુને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચ હવે મુંબઈથી સુરત સુધી ફેલાયેલા ડ્રગ્સ સપ્લાય નેટવર્કની અન્ય કડીઓ શોધવા વધુ તપાસ હાથ ધરી રહી છે.
📲Get App