🔥 TRENDING Vedanta pushes Odisha government to fa... ICDI Holds First Workshop to Unveil Od... Delhi Minister Slaps Youth Over Road C... માંગરોળમાં કોળી સમાજ દ્વારા નવરાત્રી મ... आम आदमी पार्टी सभी 11 पंचायत समितियां... NDTV Profit Launches Weekly Series 'No...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
International

સાબરકાંઠા LCBએ રાજસ્થાનથી અમદાવાદ જતો રૂ. ૧૪ લાખથી વધુનો દારૂ ઝડપ્યો, ૫ આરોપીઓની ધરપકડ

✍️ Reporter: Zala axaratirthsinh 🗓 27 Sep 2026, 04:14 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા LCBની ટીમે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. રાજસ્થાનથી અમદાવાદ તરફ દારૂ લઇ જતી ત્રણ ગાડીઓને આંતરી રૂ. ૧૪.૧૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ૫ આરોપીઓની ધરપકડ કરી છે.

સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતા રાજસ્થાનથી અમદાવાદ તરફ દારૂ લઇ જઇ રહેલી ત્રણ ગાડીઓને આંતરી રૂ. ૧૪.૧૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે ૫ આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરી છે, જ્યારે પાયલોટીંગ અને દારૂના સપ્લાય સાથે સંકળાયેલા અન્ય ૫ વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ગાંધીનગર રેન્જ ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહીલની સૂચના મુજબ LCB પી.આઈ. ડી.સી. સાકરીયા અને પી.એસ.આઈ. આર.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ નેશનલ હાઇવે પર પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન અ.પો.કો. બિકેશસિંહ અને અ.હે.કો. રાજુભાઇને સંયુક્ત બાતમી મળી હતી કે રાજસ્થાનથી સ્વીફ્ટ ગાડીઓ (GJ-04-EJ-5404 અને GJ-06-HD-5607)માં વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો છે, જ્યારે આગળ એક ઈકો ગાડી (GJ-23-CB-3765) પાયલોટિંગ કરી રહી છે.

આ બાતમીના આધારે LCBની ટીમે બામણા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી ત્રણ ગાડીઓને રોકવાનો ઈશારો કરતા ગાડી ચાલકોએ ગાડીઓ ભગાવી મૂકી હતી. પોલીસે પીછો કરી ત્રણેય ગાડીઓને આંતરી લીધી હતી. પોલીસે ગાડીઓની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. ૧૪,૧૯,૫૦૦ ની કિંમતનો દારૂ અને ત્રણ ગાડીઓ મળી કુલ રૂ. ૨૪,૯૯,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
📲Get App