🔥 TRENDING ગીરગઢડા તાલુકા ના દ્રોણ ગામ અને ઝુડવડલ... અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં ફાયર બ... ટ્રાયનો આદેશ: સિમ કંપનીઓએ હવે SMS અને... Indore Traders Stage ‘No UPI Day’ to P... TMC revives impeachment motion against... West Bengal CM Suvendu Adhikari says d...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા LCB દ્વારા પત્નીની હત્યાના આરોપી પતિની ગણતરીના કલાકોમાં ધરપકડ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Sep 2026, 08:55 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્નીની હત્યા કરી ફરાર થયેલા આરોપી પતિને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ ચારિત્ર્ય અંગે વહેમ રાખી આ ગુનો આચર્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપુરા ગામની સીમમાં એક પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. હૈદરભાઈ બાદરપુરાના ખેતરમાં આવેલી ઓરડીમાં રહેતા સોનીબેન રમેશભાઈ પારથી (ઉં.વ. ૨૬) ની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. બનાવ સમયે તેમના પતિ રમેશભાઈ કેશરાભાઈ પારથી (રહે. મંડવાલ, તા. કોટડા છાવણી, જી. ઉદેપુર, રાજસ્થાન) હાજર ન હતા.

મૃતક સોનીબેનના ભાઈ મુમાનભાઈ ફોજાભાઈ ગમાર (રહે. મોરછુછા, તા. કોટડા, જી. ઉદેપુર, રાજસ્થાન) એ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના બનેવી રમેશભાઈએ પોતાની પત્ની સોનીબેનના ચારિત્ર્ય પર શંકા રાખી મારમારી, ગળું દબાવી હત્યા કરી ફરાર થઈ ગયા છે. આ ફરિયાદના આધારે જાદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩ (૧) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ગુનાના આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા) ના માર્ગદર્શન હેઠળ એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ની ટીમો કામે લાગી હતી. એલસીબી ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયાના નેતૃત્વ હેઠળ એલસીબી સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

દરમિયાન, એલસીબી સ્ટાફને હ્યુમન સોર્સિસ દ્વારા બાતમી મળી હતી કે આરોપી રમેશભાઈ હિંમતનગરથી રીક્ષામાં બેસી દેશોતર તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે દાવડ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન, આરોપી રમેશભાઈ સ/ઓ કેશરાભાઈ મીનાભાઈ પારઘી (ઉં.વ. ૩૦, રહે. મંડવાલ, તા. કોટડા છાવણી, જી. ઉદેપુર, રાજસ્થાન) ને ઝડપી પાડવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે તા. ૨૨/૦૯/૨૦૨૬ ની રાત્રે પોતાની પત્ની સોનીબેનના ચારિત્ર્ય પર શંકા રાખી જમવાનું બનાવવા બાબતે ઝઘડો કરી મારમારી, ગળું દબાવી તેની હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ અર્થે જાદર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
📲Get App