🔥 TRENDING Cricinfo Publishes Global List of Cric... Asian Games 2026 to Feature Men's Cric... Amitabh Bachchan Declares Life Without... Zayed Khan's Snape‑Inspired Look Steal... Sunita Ahuja Picks Shah Rukh Khan Over... Kavya Thapar Stuns in Black and Plaid...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગરમાં સફેદ થારનો સાયરન-સ્ટંટ, LCB એ ઉતાર્યું ઘેન!

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 22 Sep 2026, 09:18 AM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગરમાં સફેદ થારનો સાયરન-સ્ટંટ, LCB એ ઉતાર્યું ઘેન!

નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મહીસાગરનો સૌથી મોટો અહેવાલ.

મહીસાગર જિલ્લામાં એક સફેદ કલરની થાર ગાડીનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. જેમાં થાર ઉપર ગેરકાયદેસર રીતે લાઈટ અને સાયરન લગાડી, ફૂલ સ્પીડે, બીજા વાહનચાલકોના જીવ જોખમમાં મૂકીને ગાડી ચલાવવામાં આવી રહી હતી.

વાયરલ વિડીયોની ગંભીરતાને ધ્યાનમાં લઈ, મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

LCB ની ટીમે વિડીયોના આધારે થારના ચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી થાર પર લગાવેલી તમામ ગેરકાયદે લાઈટો અને સાયરન દૂર કરાવી છે, અને ચાલક વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાયરનનો દુરુપયોગ કરનારાઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.
📲Get App