🔥 ट्रेंडिंग मुख्यमंत्री योगी आदित्यनाथ ने मीरजापुर... मल्हार स्कूल के छात्रों ने अधिकारियों... दिवाळी आधी शेतकऱ्यांना पाच हजार रुपये आगरा: रामदेवी अस्पताल के पास किन्नरों... राजस्थान: पश्चिमी विक्षोभ के सक्रिय हो... Google Pay Launches AI‑Powered Real‑Ti...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

Krupya no tras

✍️ रिपोर्टर: Sabir Haji 🗓 15 अक्टू. 2026, 02:00 PM 👁 22
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

દ્વારકાના રૂપેણ બંદરે અબોલ જીવોની લડાઈ અને ગંદકીનો ત્રાસ: સ્થાનિકો અને માછીમારોમાં રોષ
દ્વારકાના જાણીતા રૂપેણ બંદર પર અવારનવાર સર્જાતી સમસ્યાઓને લઈને સ્થાનિકો અને માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ રૂપેણ બંદરના દરિયાકિનારે બે સાંઢ (ખૂટિયા) વચ્ચે ઉગ્ર લડાઈ થઈ હતી, જેનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કિનારે પડેલી હોડીઓ અને મોટી સંખ્યામાં ફેલાયેલા કચરા-પ્લાસ્ટીકના ઢગ વચ્ચે બે ખૂટિયા ખૂંખાર રીતે લડી રહ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બંદર વિસ્તારમાં રખડતા પશુઓ અને ખૂટિયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અહિં દરિયાકાંઠે અને બંદરની આસપાસ મોટા પ્રમાણમાં કચરો અને પ્લાસ્ટિક પડ્યા હોવાથી પશુઓ ત્યાં લડે છે, જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ, માછીમારો અને રોજિંદા કામ અર્થે આવતા લોકોને ગંભીર ઈજાઓ થવાનો તેમજ નુકસાન થવાનો ભય રહે છે.
રૂપેણ બંદર જેવા વ્યસ્ત અને ધમધમતા વિસ્તારમાં આ પ્રકારે અબોલ પશુઓની લડાઈઓ થવી અને ભારે ગંદકી ફેલાયેલી રહેવી એ તંત્રની બેદરકારી દર્શાવે છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કે આ રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને દરિયાકાંઠાના આ વિસ્તારમાં નિયમિત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે.
📲Get App