🔥 ट्रेंडिंग 🎤 Bhavesh Tadvi – Reporter, Kavant સાબરકાંઠાના પ્રાંતિજમાં શ્રી જોગણી માત... धड़ जिले में सूखे का कहर: किसान चिंतित... हरिद्वार-फालना रेलवे जंक्शन को मिली मं... રેશનકાર્ડની દુકાનો પર સરપ્રાઈઝ વિઝિટ:... गोपालपुर सीवान का 'तड़का रेस्टोरेंट' ग...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જન્મભૂમિનો પ્રેમ અણમોલ: ICA ગ્લોબલ બોર્ડમાં ચૂંટાયા બાદ વતન માળીલામાં દિલીપભાઈ સંઘાણીનું ભાવભર્યું સન્માન

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 04 अक्टू. 2026, 06:26 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જન્મભૂમિનો પ્રેમ અણમોલ: ICA ગ્લોબલ બોર્ડમાં ચૂંટાયા બાદ વતન માળીલામાં દિલીપભાઈ સંઘાણીનું ભાવભર્યું સન્માન


_માળીલા , તા. ૦૩ ઓક્ટોબર
ICA ગ્લોબલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ શ્રી દિલીપભાઈ સંઘાણીનું તેમની જન્મસ્થળી માળીલા ખાતે આયોજિત ભવ્ય અભિવાદન સમારોહમાં ગ્રામજનોનો અપાર સ્નેહ અને આશીર્વાદ પ્રાપ્ત થયો.

આ પ્રસંગે પોતાની લાગણી વ્યક્ત કરતા શ્રી સંઘાણીએ જણાવ્યું હતું કે, "જે ગામમાં જન્મ લીધો, તે જ ધરતી પર અપનો તરફથી મળેલું આ સન્માન મારા માટે અણમોલ છે. માળીલાની આ ધરતીએ મને સંસ્કાર અને સેવાના પાઠ શીખવ્યા છે, જેના કારણે જ હું અમરેલીથી વૈશ્વિક સ્તર સુધીની સહકાર યાત્રા કરી શક્યો છું."

આ અભિવાદન સમારોહમાં શ્રી રાજેશભાઈ સંઘાણી, શ્રી બાલુભાઈ સંઘાણી, શ્રી પ્રેમજીભાઈ સંઘાણી, શ્રી ગિરીશભાઈ વાળા, શ્રી કનુભાઈ વાળા, શ્રી દકુભાઈ છોવટીયા, શ્રી મનસુખભાઈ છોવટીયા, શ્રી દિલીપભાઈ પાનસુરીયા, શ્રી યોગેશભાઈ ભંડેરી, શ્રી નરેશભાઈ ભંડેરી, શ્રી કનુભાઈ ચાવડા, શ્રી સનાભાઈ ખેતલિયા સહિત ગ્રામજનો અને અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર માળીલા ગામે પોતાના પનોતા પુત્રની વૈશ્વિક સિદ્ધિને વધાવી હતી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
📲Get App