🔥 TRENDING Bihar MP Pappu Yadav Visits Flood-Hit... BJP Launches Nationwide Service Sankal... *भारतीय होलकर महासभा की अहम बैठक फुलवरिया में पिकअप और कार की आमने-सामन... મહીસાગર : પોષણ ચેમ્પિયન્સ અને કર્મયોગી... कांग्रेस उम्मीदवारों के लिए जिला परिषद...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સહકારથી વૈશ્વિક મંચ સુધી: ICA ગ્લોબલ બોર્ડના ડિરેક્ટર બનતા દિલીપભાઈ સંઘાણીનું અમરેલીમાં ભવ્ય સન્માન

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 04 Oct 2026, 06:04 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સહકારથી વૈશ્વિક મંચ સુધી: ICA ગ્લોબલ બોર્ડના ડિરેક્ટર બનતા દિલીપભાઈ સંઘાણીનું અમરેલીમાં ભવ્ય સન્માન


અમરેલી, તા. ૦૩ ઓક્ટોબર
અમરેલીથી શરૂ થયેલી સહકાર યાત્રાને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડીને નવા માપદંડો સ્થાપિત કરવા બદલ ભારતીય સહકારી ક્ષેત્રના શીર્ષ અગ્રણી નેતા અને ICA ગ્લોબલ બોર્ડના ડિરેક્ટર પદે ચૂંટાઈ આવવા બદલ શ્રી દિલીપભાઈ સંઘાણીનું અમરેલી ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓ, અમરેલી જિલ્લા ભાજપ પરિવાર અને ગણમાન્ય નાગરિકો દ્વારા શ્રી સંઘાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ ગૌરવપ્રદ તકે ઈશ્વરીયા થી અમરેલી નગર સુધી ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જાહેર સભામાં ફેરવાઈ ગઈ હતી. સમગ્ર માર્ગ પર કાર્યકરો અને સહકારી આગેવાનોએ ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું હતું.

આ તકે રાજ્યના કાયદો અને ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, "શ્રી દિલીપભાઈ સંઘાણીએ અમરેલીની ધરતીથી સહકારી પ્રવૃત્તિનો જે પાયો નાખ્યો હતો, તે આજે વૈશ્વિક સ્તરે પહોંચ્યો છે. સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને સહકારની ભાવનાને વૈશ્વિક સ્તરે આગળ ધપાવવાના તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમની આ સિદ્ધિ એ અમરેલી સહિત સમગ્ર ગુજરાત માટે અત્યંત ગૌરવની બાબત છે."

આ સન્માન સમારોહમાં જિલ્લાભરના સહકારી આગેવાનો, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App