🔥 TRENDING ଜେନେରେଟର ଲଗାଇ ଶୋଇଥିଲେ; ୨ ମୃତ, ୩ ଗୁରୁତର कटिहार प्रखंड कृषि कार्यालय में शारदीय... ବାତ୍ୟା ‘ଅର୍ଣ୍ଣବ’ ମୁକାବିଲା: ମୁଖ୍ୟମନ୍ତ୍ର... યુવા પ્રતિભાઓની ભાગીદારીને પ્રોત્સાહન.... ଡିଜିପି ଚୟନକୁ ନେଇ ପୁଣି ଆରମ୍ଭ ହେଲା ଡାର୍ଟ... पीएम बैंक्वेट हॉल का उद्घाटन, फारबिसगं...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વિસનગરની શ્રીમતી સી. સી. મહિલા આર્ટ્સ અને શેઠ સી.એન.કોમર્સ કોલેજમાં HIV/AIDS જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

✍️ Reporter: Rushikesh Joshi 🗓 29 Oct 2026, 12:29 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિસનગરની શ્રીમતી સી. સી. મહિલા આર્ટ્સ અને શેઠ સી.એન.કોમર્સ કોલેજમાં HIV/AIDS જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

વિસનગરની શ્રીમતી સી. સી. મહિલા આર્ટ્સ અને શેઠ સી એન કોમર્સ કોલેજમાં HIV AIDS જાગૃતિ કાર્યક્રમ યોજાયો
તારીખ 29 10 2026 ને ગુરુવાર ના રોજ
વિસનગરની શ્રીમતી સી સી મહિલા આર્ટ્સ અને શેઠ સી એન કોમર્સ કોલેજમાં પ્રિન્સિપાલ ડૉ એમ એફ પટેલના માર્ગદર્શન હેઠળ તથા IQACના ઉપક્રમે NSS અને RRC (રેડ રિબન ક્લબ) અંતર્ગત HIV/AIDS જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં કોલેજના વાઇસ પ્રિન્સિપાલ પ્રા જે જી મેતિયા પ્રા કે. કે ચૌધરી, ડૉ આશાબેન આર ચૌધર પ્રા. કે કે મુંજપરા ડૉ મિત્તલબેન પટેલ તેમજ જી ડી જનરલ હોસ્પિટલના ICTC/DSRC વિભાગમાંથી શ્રી સુનિલ જોષી અને શ્રી જૈમિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જી. ડી. જનરલ હોસ્પિટલના સુનિલ જોષીએ વિદ્યાર્થીઓને HIV/AIDS શું છે, HIVનો ચેપ કેવી રીતે ફેલાય છે અને તેનાથી બચવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓમાં HIV/AIDS અંગે જાગૃતિ કેળવવા અને સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન ડૉ. આશાબેન આર. ચૌધરીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજ પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલો આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
📲Get App