🔥 TRENDING Gujarat CM Bhupendra Patel launches Sh... विधायक संजय जाटव ने वार्ड नंबर 15 का द... Gujarat unveils Bet Dwarka Corridor wi... Bihar CM Samrat Chaudhary orders upgra... World Spine Day Highlights Surge in Lo... Jaipur crackdown seizes thousands of m...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
છત્રાલ GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 4નાં મોત
National

છત્રાલ GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 4નાં મોત

✍️ Reporter: Hardik vaishnav 🗓 16 Oct 2026, 02:00 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ GIDC ફેઝ-4માં આવેલી કોવિકા ડાઇઝ એન્ડ ઇન્ટરમિડિયેટ્સ નામની કેમિકલ ફેક્ટરીમાં 15 ઑક્ટોબરના રોજ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ચાર કામદારોનાં મોત થયાં હતાં. પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટનાની તપાસ શરૂ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ | ગાંધીનગર, ગુજરાત

નમસ્કાર!
તમે જોઈ રહ્યા છો NEED 24 NEWS, અને હું લઈને આવ્યો છું ગાંધીનગર જિલ્લાના એક મોટા સમાચાર.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા છત્રાલ GIDC ફેઝ-4માં એક કેમિકલ ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી છે.

કોવિકા ડાઇઝ એન્ડ ઇન્ટરમિડિયેટ્સ નામની કેમિકલ ફેક્ટરીમાં થયેલા આ બ્લાસ્ટમાં ચાર કામદારોનાં દુઃખદ મોત થયાં હોવાની માહિતી સામે આવી છે.

પ્રાથમિક તપાસ મુજબ, કેમિકલ ભરેલા ગરમ પ્રેશર વેસલમાં પાઇપ જોડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન પાઇપના જોડાણમાં વિસ્ફોટ થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં પોલીસ અને ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનાને પગલે ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા અને સલામતીનાં પગલાં અંગે પણ સવાલો ઊભા થયા છે.

હાલમાં તપાસ ચાલુ છે. તપાસમાં વધુ વિગતો સામે આવ્યા બાદ જ બ્લાસ્ટનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

ગાંધીનગર જિલ્લાના છત્રાલ GIDCમાંથી આ સમાચાર સાથે,
કેમિકલ ફેક્ટરી બ્લાસ્ટની વધુ વિગતો માટે અમારી સાથે જોડાયેલા રહો.


રિપોર્ટર હાર્દિક વૈષ્ણવ,
NEED 24 NEWS
📲Get App