🔥 ट्रेंडिंग दीपावली से पहले दिल्ली की वायु गुणवत्त... दिल्ली में दिवाली मिलन समारोह के साथ ज... मुख्यमंत्री डॉ. मोहन यादव ने छोटी दीपा... एमपी विधायक के सरकारी आवास में जोड़े क... ਪੰਜਾਬ ''ਚ ਵੱਡੀ ਸਿਆਸੀ ਹਲਚਲ: 13 ਤਾਰੀਖ਼ ਨ... जालना शेतकरी दुहेरी संकटात: खरीप पिकां...
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ GIDCમાં રબર કિંગ ટાયર કંપનીના કામદારોની એકતાનો વિજય ચાર દિવસની હડતાળ અને આંદોલન બાદ કંપનીએ 17માંથી 15 માંગણીઓ સ્વીકારી

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 07 नव. 2026, 08:12 PM 👁 49
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ GIDC વિસ્તારમાં આવેલી રબર કિંગ ટાયર કંપનીના કર્મચારીઓ દ્વારા બોનસ સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને છેલ્લા ચાર દિવસથી હડતાળ અને આંદોલન કરવામાં આવી રહ્યું હતું. કર્મચારીઓ પોતાની માંગણીઓ સ્વીકારવામાં આવે તે માટે એકજૂથ થઈ લડત આપી રહ્યા હતા.
આજે કંપનીના સત્તાધીશો દ્વારા કામદારોની કુલ 17 માંગણીઓ પૈકી 15 માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બાકીની બે માંગણીઓ અંગે કામદારોએ લેખિતમાં અરજી કરવા માટે સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ચાર દિવસ સુધી ચાલેલા આંદોલન બાદ કામદારોની એકતા અને સંગઠિત લડતને સફળતા મળતાં કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. કામદારોની એકતાના કારણે પોતાની પડતર માંગણીઓમાંથી મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી છે.
કામદારોની એકતા અને સંઘર્ષનો આ વિજય વિરમગામ GIDCમાં ચર્ચાનો વિષય બન્યો છે.રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App