education
education
બારિયા કોલેજમાં મેંદી સ્પર્ધા યોજાઈ
વાય.એસ.આર્ટ્સ એન્ડ કે.એસ. શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા ખાતે તારીખ 12 સપ્ટેમ્બર 2026 ના રોજ મેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધા કોલેજના આચાર્યશ્રી ડૉ .એમ. એન. ગોહિલ સાહેબની પ્રેરણા થી તથા વિદ્યાર્થી યુનિયનના કો-ઓર્ડીનેટર ડૉ.હીરપરા સાહેબ અને ડૉ.અનિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા યોજાઈ હતી.
સ્પર્ધામાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ પ્રકારની સુંદર અને આકર્ષક મહેંદી ની ડિઝાઇન રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ. રમીલાબેન પટેલ, ડૉ .પુષ્પાબેન ગોઠડીયા અને ડૉ.પૂજાબેન પટેલ ની નિમણુક કરવામાં આવી હતી. નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થીનીઓની મહેંદી ની ડિઝાઇન સર્જનાત્મકતા, કલાત્મકતા તથા સુંદરતાને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પઠાણ ફાતિમાબાનું, દ્વિતીય ક્રમાંક મકરાણી તન્જીમબાનું અને તૃતીય ક્રમાંક પઠાણ મુબીના એ પ્રાપ્ત કર્યો હતો.
આમ વિદ્યાર્થીઓમાં રહેલી કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપતી આ સ્પર્ધા ખૂબ જ આનંદદાયક અને ઉત્સાહભેર વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી . કોલેજના સમગ્ર અધ્યાપકશ્રીઓના સહયોગથી મેંદી સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.