🔥 TRENDING ग्राम पंचायत मुंडिया में सुरेश बैरवा क... FATF Report Details India's Rescue of... Bengaluru Man Kills Daughter's Boyfrie... Supreme Court Dismisses Tamil Nadu Gov... Game Over Opens with Strong First-Day... ભારતના એશિયન પારાગેમ્સ ખેલાડીઓએ દેશને...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કડોદરામાં ગણેશોત્સવ પૂર્વે પોલીસ એક્શનમાં: DySP આર. આર. સરવૈયાની આગેવાનીમાં આગમન અને વિસર્જન રૂટનું કરાયું નિરીક્ષણ
Local

કડોદરામાં ગણેશોત્સવ પૂર્વે પોલીસ એક્શનમાં: DySP આર. આર. સરવૈયાની આગેવાનીમાં આગમન અને વિસર્જન રૂટનું કરાયું નિરીક્ષણ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 14 Sep 2026, 12:46 PM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આગામી ગણેશોત્સવ અને વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડોદરા GIDC પોલીસે તૈયારીઓ શરૂ કરી છે, જેના ભાગરૂપે ઉચ્ચ અધિકારીઓએ રૂટનું જાતે નિરીક્ષણ કર્યું હતું.

આગામી ગણેશોત્સવ અને ગણેશ વિસર્જનના તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ વિસર્જન દરમિયાન કોઈ મુશ્કેલી ન થાય તે માટે કડોદરા GIDC પોલીસે સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તહેવાર દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ વહીવટીતંત્ર દ્વારા અત્યારથી જ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ સુરક્ષા તૈયારીઓના ભાગરૂપે કામરેજ વિભાગના DySP (SDPO) આર. આર. સરવૈયાની આગેવાનીમાં એક વિશેષ નિરીક્ષણ યોજાયું હતું. જેમાં કડોદરા GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

પોલીસ અધિકારીઓની આ ટીમ દ્વારા ગણેશ આગમન અને વિસર્જન માટે અગાઉથી નક્કી કરવામાં આવેલા રૂટની જાતે મુલાકાત લઈને ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. વિસર્જન પ્રક્રિયા દરમિયાન કોઈ અડચણ ઊભી ન થાય અને સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે રૂટ પરની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
📲Get App