🔥 TRENDING ભરૂચ પોલીસ તરફથી દિવાળી અને નવું વર્ષન... Meta Unveils AI Upgrade to Reduce Forg... ಅರ್ಹ ರೈತರಿಗೆ ₹2,500 ಮೊದಲ ಕಂತಿನ ಬರ ಪರಿಹ... Uttar Pradesh Announces Diwali DA Hike... ભરૂચ નજીક એક્સપ્રેસવે પર ઈનોવા કાર અકસ... Akhilesh and Dimple Yadav to visit Ayo...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાગરા તાલુકાની DAK CHEMICALS માં ભયંકર આગ, કોઈ જાનહાનિ નહીં
Local

વાગરા તાલુકાની DAK CHEMICALS માં ભયંકર આગ, કોઈ જાનહાનિ નહીં

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 15 Sep 2026, 08:50 PM 👁 90
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરા તાલુકાની DAK CHEMICALS PVT. LTD. માં અચાનક આગ ફાટી નીકળીને આસપાસના વિસ્તારમાં ભારે ચિંતા મચાવી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

વાગરા તાલુકાની સાયખા GIDC વિસ્તારમાં DAK CHEMICALS PVT. LTD. માં અચાનક આગ ફાટી નીકળીને કાળા ધુમાડા દૂર-દૂર સુધી આકાશમાં ફેલાયા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ચિંતા અને દોડધામ મચી ગઈ હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પ્રાથમિક અંદાજ મુજબ કંપનીને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું છે. સદનસીબે આ ભીષણ આગની દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ત્વરિત કાર્યવાહી કરવામાં આવી. ૬ થી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો ભારે મારો ચલાવ્યો. સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વાગરા પોલીસ પણ ત્વરિત ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાઈ.
📲Get App