🔥 TRENDING ಜೈಲರ್ 2' ಬಿಡುಗಡೆ ದಿನಾಂಕ ಅಕ್ಟೋಬರ್ 15 ಘೋ... Chakkora Releases New Song 'Addamla Ch... CityLights Unveils New Song 'Kandamma... Police Crackdown: Four Officers Suspen... Five Arrested in Nuvem Lynching Case;... Indian Air Force Pilot Abhinandan Vart...
03 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
CCTVમાં ભુંડ બન્યું ‘ચોર’! રાજુલા પોલીસે શોધી આપી ભિક્ષુક મહિલાની ₹3,100ની થેલી

CCTVમાં ભુંડ બન્યું ‘ચોર’! રાજુલા પોલીસે શોધી આપી ભિક્ષુક મહિલાની ₹3,100ની થેલી

✍️ Reporter: Anil Vaghela 🗓 02 Sep 2026, 08:20 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🐗 CCTVમાં ભુંડ બન્યું ‘ચોર’! રાજુલા પોલીસે શોધી આપી ભિક્ષુક મહિલાની ₹3,100ની થેલી

રાજુલા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રાજુલા પોલીસે અનોખી કામગીરી કરી ભિક્ષાવૃત્તિ કરી એકઠા કરેલા રૂપિયા 3,100 રોકડની થેલી મૂળ માલિક વૃદ્ધ મહિલાને પરત અપાવી છે. જોકે આ સમગ્ર ઘટનામાં ચોરી કરનાર કોઈ વ્યક્તિ નહીં, પરંતુ ભુંડનું ટોળું હોવાનું CCTV ફૂટેજમાં સામે આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, તા. 30/08/2026ના રોજ એક સિનિયર સિટીઝન ભિક્ષુક મહિલા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. મહિલાએ જણાવ્યું હતું કે, રાજુલા શહેરમાં ભિક્ષાવૃત્તિ કરીને એકઠા કરેલા ₹3,100 એક કાપડની થેલીમાં રાખ્યા હતા. ચાની દુકાન સામે ઓટલા પર થેલી મૂકીને ચા પીવા ગયા હતા તે દરમિયાન થેલી ગુમ થઈ ગઈ હતી. મહિલાએ જણાવ્યું હતું કે, આ રકમ પરત નહીં મળે તો તેમના પરિવાર માટે સાતમ-આઠમનો તહેવાર કરવો મુશ્કેલ બનશે.

આ અંગે રાજુલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડિયા અને રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી વી.એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું.

CCTV ફૂટેજ તપાસતા પોલીસને ચોંકાવનારી હકીકત સામે આવી હતી. મહિલાએ ઓટલા પર મૂકેલી થેલી પાસે ભુંડનું ટોળું આવ્યું હતું અને તેમાંથી એક ભુંડ થેલી મોઢામાં લઈને બજાર તરફ દોડતું નજરે પડ્યું હતું.

આ બાદ પોલીસ માટે ભુંડને શોધી થેલી પરત મેળવવી પડકારરૂપ બની હતી. પોલીસે અલગ-અલગ સ્થળોના CCTV ફૂટેજ તપાસી ભુંડ કયા રૂટ પરથી ગયું તેનું ટ્રેસિંગ કર્યું હતું. અંતે ભુંડે કચરામાં થેલી મૂકી દીધી હોવાનું જાણવા મળતાં પોલીસ સ્ટાફે ત્યાંથી થેલી શોધી કાઢી હતી. થેલીની તપાસ કરતા તેમાં રહેલી રૂપિયા 3,100ની રોકડ રકમ મળી આવી હતી.

પોલીસે રોકડ રકમની ખરાઈ કર્યા બાદ મૂળ માલિક સિનિયર સિટીઝન મહિલાને પરત સોંપી હતી. આ રીતે રાજુલા પોલીસે CCTV કેમેરા અને માનવ સ્ત્રોતની મદદથી ગુમ થયેલી મિલકત શોધી કાઢી ‘તેરા તુજકો અર્પણ’ સૂત્રને સાર્થક કર્યું હતું. રોકડ રકમ પરત મળતાં વૃદ્ધ મહિલાએ રાજુલા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ: પો.ઇન્સ. શ્રી વી.એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ ટાઉન બીટ ઇન્ચાર્જ ભરતભાઈ મુહાભાઈ વાળા, હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ સોમાતભાઈ બાંભણીયા, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શામજીભાઈ બાબરીયા, પો.કોન્સ્ટેબલ અમીતભાઈ તુલસીભાઈ મકવાણા તથા પો.કોન્સ્ટેબલ શંભુભાઈ લાભુભાઈ વાઘેલાએ કામગીરી કરી હતી.
📲Get App