🔥 TRENDING NCP leader Chhagan Bhujbal cleared in... Maharashtra Court Discharges Former Mi... Nine Dead as Sleeper Bus Catches Fire... ‘Bharat Taxi’ service launched in Luck... Uttar Pradesh transfers 34 IAS officer... Bihar Outrage After Video Shows Teen S...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજકોટ-મોરબી હાઈવે પર ટ્રક અડફેટે બેના મોત, CCTVમાં ઘટના કેદ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 25 Sep 2026, 12:50 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ-મોરબી હાઈવે પર ગઈકાલે રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના કરુણ મોત નીપજ્યા છે. હડાળા ગામ નજીક વિશાલ ચાની હોટલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે પાર્ક કરેલી કાર અને રિક્ષાને અડફેટે લેતા આ ઘટના બની હતી, જે CCTVમાં કેદ થઈ છે.

રાજકોટ-મોરબી હાઈવે પર ગઈકાલે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હડાળા ગામ નજીક વિશાલ ચાની હોટલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે રોડની સાઈડમાં પાર્ક કરેલી સ્વિફ્ટ કાર અને રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે.

મૃત્યુ પામનાર બે વ્યક્તિઓની ઓળખ અજીજશાહ જીલુશાહ શાહમદાર (ઉં.45) અને કાનો હુંબલ (ઉં.20) તરીકે થઈ છે. રાજકોટના ભાવનગર રોડના રહેવાસી અજીજશાહ શાહમદાર પોતાના પુત્ર સાથે મોરબી ખાતે ઉર્સમાં જવા નીકળ્યા હતા, જેમાં પુત્રની નજર સામે જ પિતાનું મોત થતાં પરિવારમાં શોક છવાયો હતો. જ્યારે માધાપર/બેડી ગામના રહેવાસી કાનો હુંબલ સૌરાષ્ટ્રની જાણીતી લોકગાયિકા મીરા આહીર અને વૈશાલી આહીર સહિત પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો. પ્રાથમિક માહિતી મુજબ, કાનો રાત્રે મિત્રો સાથે ચા પીવા માટે બહાર નીકળ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. પાંચ બહેનોના એકના એક ભાઈના અકાળે મોતથી આહીર પરિવાર અને સમગ્ર માધાપર ગામમાં ભારે શોક પ્રસરી ગયો છે.

ઘટનાની જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલકને ઝડપી પાડવા અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App