🔥 ट्रेंडिंग दिल्ली में रात भर 1,000 से अधिक लोग हि... चंडीगढ़ पुलिस ने 9 अक्टूबर 2026 का माम... दुर्गा प्रतिमा का मुकुट हाइटेंशन लाइन... मणिपुर के कमजोंग में महिला की कथित रूप... Jk cabinet Reshuffle Likely Next week... बाराबंकी में चलती CNG कार में आग लगने...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખાંભા ખાતે મતદાર નોંધણી અધિકારીના અધ્યક્ષસ્થાને BLO સુપરવાઈઝરોની સમીક્ષા બેઠક યોજાઈ

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 10 अक्टू. 2026, 09:12 AM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખાંભા ખાતે મતદાર નોંધણી અધિકારીના અધ્યક્ષસ્થાને BLO સુપરવાઈઝરોની સમીક્ષા બેઠક યોજાઈ

અમરેલી તા. ૦૯ ઓક્ટોબર
મતદાર નોંધણી અધિકારી, ખાંભાના અધ્યક્ષ સ્થાને ખાંભા તાલુકાના તમામ BLO (બૂથ લેવલ ઓફિસર) તથા સુપરવાઈઝરની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ઉપસ્થિત તમામ BLO અને સુપરવાઈઝરોને આકસ્મિક સમયમાં ઉપયોગી એવી CPRની તાલીમ આપવામાં આવી હતી.

આ ઉપરાંત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ASD (Absent, Shifted, Dead) યાદી અંગે સચોટ માહિતી આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ૧૮-૧૯ વયજૂથના યુવા મતદારોનું નામાંકન કરવા અને ભાવિ યુવા મતદારોની ઓળખ કરી તેમની નોંધણી કરવા માટે સ્થાનિક શાળા અને કોલેજોના GR (જનરલ રજિસ્ટર) નો ઉપયોગ કરીને સઘન ઝુંબેશ ચલાવવા આવશે.

૧૦૦ ટકા નામ નોંધણી હેઠળ તાલુકાનો એક પણ પાત્રતા ધરાવતો નાગરિક કે યુવા મતદારયાદીમાં નામ નોંધાવવાથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા તમામ BLO અને સુપરવાઈઝરોને સૂચના આપવામાં આવી હતી.
📲Get App