🔥 TRENDING India junior men clinch record sixth A... Yellow Rain Alert Issued for Seven Dis... Mumbai, Thane on Orange Alert as Monso... IMD Issues Yellow Alert as Heavy Rain... Viral Video: Ganesh Idol Falls as Trol... Schoolchildren's Viral Video Prompts R...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક સાથે કરી બેઠક, ગુજરાતના વિકાસ અને AIના ઉપયોગ પર ચર્ચા
Politics

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક સાથે કરી બેઠક, ગુજરાતના વિકાસ અને AIના ઉપયોગ પર ચર્ચા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 08:17 AM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોશિંગ્ટન ખાતે વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથે બેઠક યોજી ગુજરાતના આર્થિક વિકાસ અને ગિફ્ટ સિટીના વિઝન અંગે ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વોશિંગ્ટન ખાતે વર્લ્ડ બેંકના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના આર્થિક વિકાસ, નાણાકીય વ્યવસ્થાપન અને સરકારી સેવાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ અંગે રાજ્યનું વિઝન રજૂ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગિફ્ટ સિટીનો વિશેષ ઉલ્લેખ કરતા તેને દેશના ફાયનાન્સિયલ સેક્ટરને વૈશ્વિક સ્તરે લઈ જવા માટેના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું સશક્ત માધ્યમ ગણાવ્યું હતું. તેમણે રાજ્યના મેગા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના ધિરાણ અને તેના અસરકારક અમલીકરણ માટે વર્લ્ડ બેંક સાથે વ્યૂહાત્મક સહયોગ અને ભાગીદારીની સંભાવનાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ બેઠકના અંતે મુખ્યમંત્રીશ્રીએ વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓને આગામી 'વાઈબ્રન્ટ સમિટ 2027'માં સહભાગી થવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવ્યું હતું.
📲Get App