स्वास्थ्य
ગણદેવીમાં ADIP‑વયોશ્રી યોજનાઓ હેઠળ દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોનું વિતરણ
જિલ્લા વહીવટીતંત્ર, નવસારી અને ALIMCOએ ADIP અને વયોશ્રી યોજનાઓ હેઠળ સહાયક ઉપકરણો વહેંચી,લાભાર્થીઓને આત્મનિર્ભરતા અને ગૌરવની અનુભૂતિ કરાવી..
ગણદેવીમાં જિલ્લા વહીવટીતંત્ર, નવસારી અને આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (ALIMCO)એ ADIP યોજના તથા વયોશ્રી યોજના અંતર્ગત દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોનું વિતરણ કર્યું. આ સહાયક ઉપકરણોમાં કૃત્રિમ અંગ,ચાલતા સહાયક અને અન્ય સહજ ઉપયોગી સાધનો સામેલ હતા.જે સીધા લાભાર્થીઓની દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે..
વિતરણ સમારંભમાં લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરવાનો અવસર મળ્યો,જ્યાં તેઓએ ઉપકરણોની ગુણવત્તા અને ઉપયોગિતાને લઈને સકારાત્મક પ્રતિસાદ આપ્યો.ઉપકરણો તેમની ગતિશીલતા,સ્વતંત્રતા અને જીવનની ગુણવત્તા સુધારવામાં મહત્વપૂર્ણ સહાયરૂપ થશે.એમ તેમણે જણાવ્યું..
જિલ્લા અધિકારીઓએ જણાવ્યું કે ADIP અને વયોશ્રી યોજનાઓ હેઠળ આવા ઉપકરણોનું નિયમિત વિતરણ કરવું રાજ્યની સામાજિક કલ્યાણ નીતિનું મહત્વપૂર્ણ અંગ છે.આ પહેલ દ્વારા દિવ્યાંગ અને વૃદ્ધ નાગરિકોનું સામાજિક સમાવીકરણ અને આત્મનિર્ભરતા વધારવાનો હેતુ છે.
આ પ્રસંગે ઉપકરણો પ્રાપ્ત કરનાર લાભાર્થીઓએ આ સહાય માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો ચાલુ રહેવાની અપેક્ષા વ્યક્ત કરી.