🔥 TRENDING White House pledges to defend Trump ag... Tripura’s MG Bazaar Launches ‘Say No t... Tripura seeks fish production self‑suf... Punjab shows larger gender gap in prot... Virat Kohli Sets New Records in India... India Sees Permanent Shift in Seasonal...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગરમાં AAPનું પ્રદર્શન: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ
Agriculture

ગાંધીનગરમાં AAPનું પ્રદર્શન: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ

✍️ Reporter: Alpeshbhai Bhanabhai Rathod 🗓 09 Sep 2026, 08:58 PM 👁 187
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગરની વિધાનસભા બહાર આમ આદમી પાર્ટીના નેતાઓએ વરસાદની અછતને કારણે દુષ્કાળ જાહેર કરવાની અને ખેડૂતો‑પશુપાલકોને રાહત આપવાની માંગ કરી.

ગાંધીનગરની વિધાનસભા બહાર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણી સોકો ઘાસચારો લઈને પ્રદર્શન કર્યું.

તેઓએ રાજ્યમાં વરસાદની અછત અને ખેડૂતોની મુશ્કેલીઓનું ઉલ્લેખ કરીને ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી. સૂકો ઘાસચારો પ્રતિકાત્મક રીતે લાવીને ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ તરફ સરકારનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો.

AAP નેતાઓએ સરકારને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા, અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી રાહત‑સહાય પહોંચાડવા, પશુપાલકો માટે પૂરતો ઘાસચારો અને પાક નુકસાન માટે યોગ્ય વળતર આપવાની વિનંતી કરી.

પાર્ટીના નિવેદન મુજબ, તેઓ ખેડૂતોના હિત માટે મજબૂતીથી લડશે અને ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ મુદ્દે અવાજ ઉઠાવતી રહેશે.
📲Get App