🔥 ट्रेंडिंग दिवा लावा आंदोलन: निप्पॉन डेंड्रो प्रक... चक्रधरपुर नगर परिषद अध्यक्ष संनी उरांव... 🙏मंगल पर्व दीपावली: गाय, वासरू आणि कृ... सिकंदराराऊ: श्रवण गंगा सेवा समिति एवं... पाकुड़ जिले में भाजपा की प्रमुख बैठक,... रेगिना कैसेंड्रा ने कहा कि करन जौहर की...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડીસામાં 90થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને LCB પાલનપુરે ઝડપાવ્યો
अपराध

ડીસામાં 90થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને LCB પાલનપુરે ઝડપાવ્યો

✍️ रिपोर्टर: Vipul bhai raval 🗓 13 सित. 2026, 07:50 PM 👁 113
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતાં 90થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), પાલનપુર દ્વારા સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યો છે.

પોલીસે વિપુલભાઈ ઉર્ફે રેણી માધાભાઈ લુહારને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં આરોપી અગાઉના 90થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓ સાથે સંડોવાયેલો હોવાની માહિતી સામે આવી છે. આ તપાસ દરમિયાન આરોપી પાસેથી ફ્લશ વાલ્વ તથા માઇક્રો-કન્સ્ટ્રીન વાલ્વ નંગ-3 સહિત અંદાજે રૂ.3,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સમગ્ર કાર્યવાહી બનાસકાંઠા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ LCB પાલનપુરની ટીમ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App