🔥 TRENDING कलेक्टर ने खरीफ 2026 उपार्जन की तैयारि... कलेक्टर श्री पार्थ जायसवाल ने जिले के... મેડિકલ ક્ષેત્રે ભાવવધારા સામે જનતાનો પ... Red Alert Issued for Burgampadu and Fo... Puri Jagannath Temple to Suspend Publi... Odisha Assembly Session Disrupted on D...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામે જાહેરમાં જુગાર રમતા 9 ઝડપાયા, ₹11,240નો મુદ્દામાલ જપ્ત
Crime

ધાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામે જાહેરમાં જુગાર રમતા 9 ઝડપાયા, ₹11,240નો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 30 Aug 2026, 01:58 PM 👁 36
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામે પોલીસે જાહેરમાં જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ₹11,240 ની રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યુઝ
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નવ વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે તેમની પાસેથી કુલ ₹11,240 ની રોકડ રકમ અને જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી અન્ય સામગ્રી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રામદેવપુર ગામમાં ગારીયા ઠાકર વાળી શેરીમાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ કેટલાક ઈસમો ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને ઘેરી લઈ ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા તમામ ઈસમો વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App