🔥 TRENDING આયુષ્માન આરોગ્ય મંદિરનું નવા બિલ્ડિંગન... कोटा रोड पर नया डीजल‑पेट्रोल पम्प खुला... Pathankot Leaders Propose Naming Road... US Envoy Says America Could Launch Ira... Gurjar Mahasabha Demands Increased Pol... 24 अक्टूबर 2026 को उत्तर प्रदेश में वि...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા શહેરમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી

રાજુલા શહેરમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Anil Vaghela 🗓 15 Aug 2026, 02:02 PM 👁 73
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી - તિરંગાના રંગે રંગાયું સમગ્ર શહેર

રાજુલા દેશની આઝાદીના 80 વર્ષની ઉજવણીના ભાગરૂપે 15મી ઓગસ્ટ, શનિવારના રોજ રાજુલા શહેરમાં સ્વાતંત્ર્ય દિનનો રાષ્ટ્રીય પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો

આઝાદીના આ પાવન દિવસે આપણે એ તમામ ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને યાદ કરીએ છીએ જેમના બલિદાનથી આજે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ.

રાજુલા શહેરની વિવિધ શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ અને સામાજિક સંસ્થાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, નિબંધ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા શહેરના મુખ્ય માર્ગો પર તિરંગા શોભાયાત્રા અને પ્રભાતફેરીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ભાજપના આગેવાનો, રવુભાઈ ખુમાણ મહેન્દ્રભાઈ ધાખડા શશીભાઈ રાજગુરુ સંઘવી સ્કૂલના પ્રિન્સિપાલ વાઘ સાહેબ, વંશ સાહેબ વરુ સાહેબ સ્કૂલના સ્ટાફ શહેરના તમામ વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સ મનીષભાઈ વાળા તમામ દેશભક્તિ જનો ધ્વજ વંદન હતું નગરપાલિકાના હોદ્દેદારો, પોલીસ તંત્ર, હોમગાર્ડ અને શહેરના અગ્રણીઓ આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજને સલા મી આપી શાળા નંબર 4 ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વડીલો વેપારીઓ પણ ધ્વજ વંદન કર્યું હતું, તેમજ ગર્લ્સ સ્કુલની દીકરીઓ એ
સ્કૂલમાં આઝાદીના શહીદો નું નાટક સુંદર મજાનું કરવામાં આવ્યું હતું ત્યાંના પ્રિન્સિપાલ શિક્ષકો સર્વે સારો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દીકરીઓને ઇનામ પણ દેવામાં આવ્યું હતું
આઝાદીનો આ દિવસ આપણને દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સાથે મળીને કામ કરવાની પ્રેરણા આપે છે. આવો, આપણે સૌ મળીને "વિકસિત ભારત 2047 ના સંકલ્પને સાકાર કરીએ.

ગર્વ સે કહો હમ ભારતીય હૈ
ભારત માતા કી જય
વંદે માતરમ્ 🇮🇳

દેવશીભાઈ બામણીયા, રાજુલા





જય હિન્દ 🙏
📲Get App