🔥 TRENDING કડી પોલીસ સ્ટેશનમાં સ્વતંત્ર દિવસની અન... KKR to Bowl First Against Delhi in IPL... 278kg of Poppy Husk Seized in Kota, Tw... Rajasthan Monsoon Weakens Tamil Nadu CM Prioritizes Welfare Udhayanidhi Stalin Criticizes Govt
16 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ભાવનગર જિલ્લાના સૌથી નાની ઉંમર ના ડોક્ટર એવા ગણેશ બારીયા એ 80 માં સ્વતંત્ર દિવસે રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો..

✍️ Reporter: Praful Kamaliya 🗓 16 Aug 2026, 09:32 PM 👁 1
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

યુવાનો માટે પ્રેરણા દાયક...

ડૉ. ગણેશ બારૈયા ગુજરાતના ભાવનગર જિલ્લાના રહેવાસી છે. માત્ર 3 ફૂટ અને 4 ઇંચ જેટલી શારીરિક ઊંચાઈ અને અદમ્ય સાહસ ધરાવતા તેઓ દુનિયાના સૌથી નાના કદના ડૉક્ટર તરીકે જાણીતા છે. તેમણે MBBSનો અભ્યાસ પૂરો કરીને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે હાલ  સેવાઓ કરી રહ્યા છે.

વર્ષ 2018માં નાની ઊંચાઈ અને દિવ્યાંગતાને કારણે મેડિકલ કાઉન્સિલે તેમને MBBSમાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો.
તેઓ અમિતાભ બચ્ચનના લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC) માં પણ આવ્યા હતા, જ્યાં તેમની સંઘર્ષગાથાએ દેશભરનું દિલ જીતી લીધું હતું.
બાળપણમાં સર્કસવાળાએ મારી 5 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. પણ મેં ક્યારેય હાર માની નહીં. પોતાની મહેનતના દમ પર મેં NEET પાસ કરી, પરંતુ કોઈ કોલેજે મને એડમિશન પણ ના આપ્યું. હાઇકોર્ટથી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી, પોતાના જુનૂન અને કંઈક કરી બતાવવાની લગનથી હું અંતે ડોક્ટર બન્યો. હાઇટ ભલે નાની છે પણ ઇરાદાઓ નહીં."
​આ શબ્દો છે વિશ્વના સૌથી નાના કદના 3 ફૂટની 4 ઇંચ ઊંચાઈ ધરાવતા ડોક્ટર ગણેશ બારૈયાના. 15 ઓગસ્ટ એ ભાવનગરમાં 80 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જ્યારે તેમણે મુખ્ય અતિથિ બનીને તિરંગો લહેરાવ્યો ત્યારે ત્યાં હાજર તમામ લોકોની આંખો ગર્વથી છલકાઈ ગઈ હતી.
​પોતાના બુલંદ ઈરાદાઓથી કિસ્મતને પણ ઝુકાવી દેનારા આ યુવકની કહાની આજે દેશના લાખો યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ છે. શારીરિક પડકારો સામે હાર માન્યા વગર જીતનો ઝંડો લહેરાવનાર ડોક્ટર ગણેશ બારૈયા સાચા અર્થમાં 'રિયલ હીરો' સાબિત થયા છે.
📲Get App