🔥 TRENDING Dhruv Vikram Returns to Action as Trad... Actor Murali Sharma Reveals He Never H... Telugu Actors Slam 'Pan-India' Label a... Tripura initiates modern border‑fencin... Tripura Minister Says Artificial Blood... Congress MLA Predicts BJP’s Fall in Tr...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ વોર્ડ નં. 8સંજીવની,અવની અને સોમેશ્વર નો રસ્તો બંધ  થતા તાત્કાલિક વૈકલ્પિક માર્ગની માંગ
National

વિરમગામ વોર્ડ નં. 8સંજીવની,અવની અને સોમેશ્વર નો રસ્તો બંધ થતા તાત્કાલિક વૈકલ્પિક માર્ગની માંગ

✍️ Reporter: Jignesh chavda 🗓 19 Aug 2026, 06:31 PM 👁 35
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરના વોર્ડ નંબર 8 સંજીવની,અવની અને સોમેશ્વર સોસાયટીનો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગ બંધ થવાથી વોર્ડની વિવિધ સોસાયટીઓમાં રહેતા અંદાજે 2700થી 3000 જેટલા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, મુખ્ય માર્ગ બંધ થતાં રોજિંદા વાહન વ્યવહાર ઉપરાંત શાળા, નોકરી-ધંધા, દવાખાના અને અન્ય જરૂરી સેવાઓ માટે અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. વૈકલ્પિક માર્ગની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકોનો સમય અને અંતર બંને વધી રહ્યા છે.
રહેવાસીઓનું કહેવું છે કે વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ હોવા છતાં તેની વ્યવસ્થા પૂરતી અસરકારક નથી, જેના કારણે રોજિંદા જીવન પર સીધી અસર પડી રહી છે. આ મુદ્દે સ્થાનિક રહેવાસીઓ દ્વારા નગરપાલિકા સહિત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
રહેવાસીઓએ માંગ કરી છે કે તાત્કાલિક વૈકલ્પિક માર્ગ કાર્યરત કરવામાં આવે, વાહન વ્યવહાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને મુખ્ય માર્ગ વહેલી તકે ખુલ્લો મુકવામાં આવે. સાથે જ માર્ગ બંધ કરવાની કામગીરી કાયદાકીય પ્રક્રિયા અને સ્થાનિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે, મુખ્ય માર્ગ બંધ રાખવાથી હજારો લોકો પરેશાન થાય તે યોગ્ય નથી. તંત્ર દ્વારા સ્થળ પર ટ્રાફિક સર્વે કરી કાયમી
📲Get App