🔥 ट्रेंडिंग ପଞ୍ଚାୟତ ନିର୍ବାହୀ ଅଧିକାରୀଙ୍କର ୩୦ ପ୍ଲଟ,... सडक हादसा ୨୩ ରାତିକୁ ସଜାଗ, ଉପକୂଳ ଅତିକ୍ରମ କରିବ ଗଭୀ... એકતાનગરથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને... IPS ସ୍ତରରେ ଅଦଳବଦଳ; ସର୍ବଣା ବିବେକ ଏମ୍‌ ଭ... ଆରମ୍ଭରୁ ହଟ୍ଟଗୋଳ, ରାଜରାସ୍ତାରେ ଗର୍ଜନ: ଏମ...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠા: ઈડર પાસે છકડાને કારે અડફેટે લેતા 8 પદયાત્રી ઘાયલ, ત્રણની હાલત ગંભીર

✍️ रिपोर्टर: હસમુખભાઇ સાંગાણી 🗓 23 सित. 2026, 11:14 AM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા દાહોદ-લુણાવાડા તરફ જઈ રહેલા આઠ પદયાત્રીઓ ઈડર નજીક મુડેટી પાટીયા પાસે કારની અડફેટે આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્રણ યાત્રાળુઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અકસ્માતની બીજી ગંભીર ઘટના સામે આવી છે. ઈડર તાલુકાના મુડેટી પાટીયાથી માલાસા વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં છકડામાં સવાર આઠ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ પદયાત્રીઓ અંબાજી દર્શન કરીને પરત પોતાના વતન દાહોદ-લુણાવાડા તરફ જઈ રહ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, ખાનગી કાર ચાલકે પુરઝડપે આવીને છકડાને અડફેટે લીધું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે છકડો રસ્તા પરથી ઉતરીને ખાડામાં પલટી મારી ગયો હતો. અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં કુલ આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાએ ફરી એકવાર સાબરકાંઠા જિલ્લામાં રોડ પર બેફામ વાહનચાલન અને અકસ્માતોની ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોર્યું છે. આવા અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતા લોકોમાં ચિંતાનો માહોલ છે.
📲Get App