🔥 TRENDING MLA says Sepaktakraw can unlock global... Nagaland Bar Association to Boycott Co... Manipuri Film 'Sunita' Wins Best Film... Women Protest in Imphal Demand Immedia... Manipur Chief Minister Meets Former AD... Meghalaya to Relocate 30 Foreign Natio...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા: ઈડર પાસે કાર અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 8 યાત્રાળુ ઘાયલ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Sep 2026, 07:45 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના ઈડર તાલુકામાં મુડેટી પાટીયાથી માલાસા વચ્ચે છકડો અને ખાનગી કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અંબાજીથી પરત ફરી રહેલા 8 યાત્રાળુ ઘાયલ થયા છે. ત્રણ યાત્રાળુઓને ગંભીર ઈજા પહોંચી છે.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બીજી ગંભીર ઘટના સામે આવી છે. ઈડર તાલુકાના મુડેટી પાટીયાથી માલાસા વચ્ચે એક ખાનગી કારે છકડાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, અંબાજીથી પગપાળા દર્શન કરીને પરત ફરી રહેલા પદયાત્રીઓ છકડામાં સવાર થઈ દાહોદ-લુણાવાડા તરફ પોતાના વતન જઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી કારે છકડાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે છકડો ફંગોળાઈને ખાડામાં પલટી મારી ગયો હતો.

આ અકસ્માતમાં છકડામાં સવાર કુલ 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તો પૈકી ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી વાહન મૂકી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ વિસ્તારમાં બેફામ વાહનચાલનને કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
📲Get App