🔥 TRENDING वाराणसी के समाजसेवी अमरीश सिंह भोला को... CJP Leaders Questioned 4 Hours by Delh... Trump Warns Iran: 'You'll Know Soon En... Chennai's 'Transparent' Phase Ends as... NMC Proposes NEET-PG Reforms: Rank-Bas... CM dares Gehlot: More cases with proof...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા કોપર ચોરીનો કેસ ઉકેલ્યો,આરોપીઓને ધરપકડ અને 7.64 લાખ રૂપિયા મૂલ્યનું મુદ્દામાલ જપ્ત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 01 Nov 2026, 08:52 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

31 ઓક્ટોબર 2026 ના રોજ, સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનના દલપુર ગામ નજીક અંબુજા કંપનીમાં ન્યુ સ્ટાર્ચ પ્લાન્ટમાંથી ચોરી કરેલ કોપરના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઇકો ગાડીમાં પકડી પાડી કુલ 7.64 લાખ રૂપિયા મૂલ્યનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું..

સાબરકાંઠામાં-:
લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા ટીમ 31 ઓક્ટોબર 2026 ના રોજ સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનના દલપુર ગામ નજીક અંબુજા કંપનીમાં ન્યુ સ્ટાર્ચ પ્લાન્ટમાંથી ચોરી કરેલ કોપરના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઇકો ગાડીમાં પકડી પાડી, કુલ 7.64 લાખ રૂપિયા મૂલ્યનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહીલના સૂચનાથી ડી સી સાકરીયા અને પોલીસ ઇન્સ્પેક્ટર LCB ની માર્ગદર્શન હેઠળ મિલકત સબંધી ગુન્હાઓ શોધવા માટે ટીમ બનાવવામાં આવી..

31/10/2026 ના રોજ હિંમતનગર ટાઉનમાં પેટ્રોલિંગ દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ લાલજીભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચતુરસિંહને માહિતી મળી કે સફેદ કલરની મારુતી સુઝુકી ઇકો ગાડી નંબર GJ09BN9848 માં બે ઇસમો કોપરની પટ્ટીઓના રોલ લઈને હિંમતનગર ધાંણધા રેલ્વે ફાટક પાસે વેચાણ કરવા માટે ફરે છે.બન્ને આરોપીઓ જેનું નામ અને સરનામું નોંધાયેલ છે,તેમણે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના દલપુર અંબુજા કંપનીમાંથી કોપરની પટ્ટીઓ અને વાયર તથા બે જુની મોટરો ચોરી કરી હોવાનું સ્વીકાર્યું.કુલ 19.562 કિગ્રા કોપર રોલ,2 મોબાઇલ ફોન અને એક મારુતી સુઝુકી ઇકો ગાડી મળી,જેનું મૂલ્ય 7.64 લાખ રૂપિયા હતું..

આ ગુન્હો 1120904121365/2026 નંબર હેઠળ નોંધાયો અને આરોપીઓને હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યા. સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ અધિકારીઓની પ્રશંસનીય કામગીરીને કારણે ચોરીનો ભેદ ઉકેલવામાં અને મુદ્દામાલ પુનઃપ્રાપ્ત કરવામાં સફળતા મળી.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.સી.સાકરીયા પોલીસ ઇન્સ્પેક્ટર,એસ.જે.ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,કમલેશસિંહ રજુસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,પ્રકાશકુમાર લાલજીભાઇ હેડ કોન્સ્ટેબલ,દેવરાજ ખીમજીભાઈ હેડ કોન્સ્ટેબલ,પ્રવિણસિંહ ચતુરસિંહ પોલીસ કોન્સ્ટેબલ,નરેન્દ્ર સુર્યકાન્ત પોલીસ કોન્સ્ટેબલ,નિલેશકુમાર બાબુભાઇ પોલીસ કોન્સ્ટેબલ,નરેન્દ્રસિંહ નારસિંહ ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ,કાળાજી ભગાજી ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ.
📲Get App