🔥 TRENDING રાજુલા-જાફરાબાદ હાઈવે ફોરલેન પ્રોજેક્ટ... BJP ସରକାରଙ୍କ ଜନଶୁଣାଣି: ଫାଇଲ ତଳେ ଚାପି ହ... ਕਿਸਾਨਾਂ ਲਈ ਵੱਡੀ ਖ਼ੁਸ਼ਖ਼ਬਰੀ : ਪੋਰਟਲ 'ਚ... રાજુલામાં 7 વર્ષની બાળકીના અપહરણ કેસમા... પોરબંદરના એન્થોની જોશેફની અનોખી કારીગર... ਪੁਲਿਸ ਦੀ ਵੱਡੀ ਕਾਰਵਾਈ, 1200 ਅਣਪਛਾਤਿਆਂ ’...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલામાં 7 વર્ષની બાળકીના અપહરણ કેસમાં ફરાર આરોપી ઝડપાયો
Crime

રાજુલામાં 7 વર્ષની બાળકીના અપહરણ કેસમાં ફરાર આરોપી ઝડપાયો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 04 Nov 2026, 12:52 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલા પંથકમાંથી 7 વર્ષની બાળકીના અપહરણના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. તપાસ દરમિયાન બાળકીને સહીસલામત મેળવી લેવામાં આવ્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને ગણતરીના દિવસોમાં પકડી લેવામાં આવ્યો છે.

રાજુલા, અમરેલી, તા. 4 નવેમ્બર: રાજુલા પંથકમાંથી માનવતાને શર્મસાર કરતો 7 વર્ષની માસૂમ બાળકીના અપહરણનો કેસ સામે આવ્યો હતો, જેમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ ગુનામાં ફરાર આરોપીને રાજુલા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજુલા વિસ્તારમાં રહેતી 7 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે પરિવાર દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી બાળકીને સહીસલામત પરત મેળવી હતી, પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો.

રાજુલા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી. અંતે પોલીસે આરોપીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીની પૂછપરછ ચાલુ છે અને કયા કારણોસર અપહરણ કર્યું તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App