🔥 ट्रेंडिंग મહીસાગર જિલ્લામાં પોલીસ અધિક્ષકની આગેવ... ભરૂચમાં ₹4.88 કરોડ ખર્ચે અદ્યતન મોડલ ફ... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેન્ડર મંજ... ભાવનગરમાં કેસરિ મિત્ર મંડળ દ્વારા આયોજ... ಕಾನಹೊಸಹಳ್ಳಿಯಲ್ಲಿ ಆಧಾರ್ ಕೇಂದ್ರ ಸ್ಥಗಿತ बिसवां में अटल बिहारी वाजपेयी बस स्टॉप...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જાલમપુર ગામે મહિલાને માર માર્યાની 7 સામે નળ સરોવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 21 सित. 2026, 09:54 AM 👁 73
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના જાલમપુરા ગામે સરકારી ડેરી ખાતે દૂધ ભરાવવા જતી-આવતી મહિલાને રસ્તામાં રોકી તેની સાથે ઝઘડો કરી માર માર્યાની ફરિયાદ નળ સરોવર પોલીસ મથકે નોંધાઈ છે.ફરિયાદ મુજબ, આરોપીઓએ મહિલાનો હાથ પકડીને, અમારા ઘરનું દબાણ દૂર કરાવવામાં તારો અને તારા પતિનો હાથ છે તેમ કહી મહિલાના વાળ પકડી નીચે પાડી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ એકસંપ થઈ ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.તમામ રહે. જાલમપુરા, વિરમગામ, વિરુદ્ધ નળ સરોવર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
નળ સરોવર પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App