🔥 TRENDING Karnataka CM Shivakumar Urges Minister... Vande Bharat Express to Link Bengaluru... Priyank Kharge urges RSS to approve Vi... Lawrence Bishnoi jailed as shadow cabi... Government Orders Fixed Airline Fares... બગોદરા ગામની નજીક પુલ પર ફોર વ્હીલ વાહ...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કામરેજ વિધાનસભામાં આકાર પામનારા વિશાળ આરોગ્ય સંકુલને અદ્યતન અને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે 66 KV સબસ્ટેશનની સ્થાપના સહિતની કામગીરીના આયોજન સંદર્ભે PIU, GETCO તથા સિવિલ વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી.

✍️ Reporter: Atul Thakor 🗓 20 Oct 2026, 11:59 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કામરેજ વિધાનસભામાં આકાર પામનારા વિશાળ આરોગ્ય સંકુલને અદ્યતન અને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે 66 KV સબસ્ટેશનની સ્થાપના સહિતની કામગીરીના આયોજન સંદર્ભે PIU, GETCO તથા સિવિલ વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી.

બેઠક દરમિયાન પ્રોજેક્ટની જરૂરિયાતો, વીજ પુરવઠાની વ્યવસ્થા અને સંબંધિત માળખાકીય સુવિધાઓના આયોજન અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું.

1,500 બેડની જનરલ બ્રોડ સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ કાર્ડિયાક એન્ડ ન્યુરો, યુરોલોજી એન્ડ નેફ્રોલોજી અને કેન્સર માટેની 500થી વધુ બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો સાથે નિર્માણ પામનારું આ આરોગ્ય સંકુલ દક્ષિણ ગુજરાતની આરોગ્ય સેવાઓને નવી ઊંચાઈએ લઈ જશે.

અદ્યતન આરોગ્ય સુવિધાઓના નિર્માણ સાથે સમયસર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બને અને પ્રોજેક્ટની કામગીરી સુઆયોજિત રીતે આગળ વધે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.
📲Get App