अपराध
પાટણના સમી તાલુકામાં બંધ ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી 6 મહિનાની બાળકી મળી
પાટણ જિલ્લાના સમી તાલુકામાં એક બંધ જિનિંગ ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી તરછોડાયેલી હાલતમાં 6થી 7 મહિનાની બાળકી મળી આવતા ચકચાર મચી છે. 112 જનરક્ષક ટીમે બાળકીને રેસ્ક્યુ કરીને ધારપુર મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડી છે.
પાટણ જિલ્લાના સમી તાલુકાના કઠીવાડા નજીક આવેલી એક બંધ જિનિંગ ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી 6થી 7 મહિનાની માસૂમ બાળકી તરછોડાયેલી હાલતમાં મળી આવતાં સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક 112 જનરક્ષક સેવાની ટીમને સૂચના આપી હતી.
મળી જતાં 112 જનરક્ષક વાનની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બાળકીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી હતી. બાળકીની સ્થિતિ ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેને સારવાર આપવામાં આવી રહી છે.
આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક પ્રતિભાવ આપતાં બાળકીના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે. ઉપરાંત, સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરીને ઘટનાની પાછળના કારણો શોધવાનો પ્રયાસ કરી રહી છે.