🔥 TRENDING ਰਾਇਤ ਬਹਾਰਾ ਪ੍ਰੋਫੈਸ਼ਨਲ ਯੂਨੀਵਰਸਿਟੀ ਨੇ ਹੋ... ड्रिश्यम 3 का रिलीज़, नई कड़ी का उत्सव गोरखपुर के पादरी बाज़ार में बिंकट स्टो... Gulzar's Unexpected Joke Brings Jaya B... Woman Protester Seizes Police Bus Keys... Kansas City Current Rout Bay FC 5-1 in...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટડી તાલુકાના બામણવા ગામની સીમમા ખેતરે જઈ રહેલા 55 વર્ષીય આધેડ પર જીવલેણ હુમલો, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

✍️ Reporter: Gilani Asikali 🗓 05 Oct 2026, 08:46 AM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરેન્દ્રનગર પંથકના એક ગામમાં ખેતરે જઈ રહેલા 55 વર્ષીય આધેડ પર અજાણ્યા શખ્સે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાખોરે તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કરતાં આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હત્યા પાછળનું કારણ શું છે અને હુમલાખોર કોણ છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App