🔥 ट्रेंडिंग દ્વારકા જિલ્લાને વહેલામાં વહેલી તકે દુ... विजय का 'जन नायक' दिन 14 पर 14.3% गिरा... स्पाइडर‑मैन: ब्रांड न्यू डे ने भारत मे... 21 सांसदों ने तमिलनाडु के गान को राज्य... पूर्व डीएमके मंत्री पोनमुडी पर गिरफ्ता... मध्यप्रदेश बोर्ड ने 2026 की 2nd वर्ष क...
06 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાંતલપુરના મઢુત્રા ગામેથી રૂ.5.43 લાખનો વિદેશી દારૂ ઝડપાયો પાટણ એલ.સી.બી. પોલીસે સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી મઢુત્રા ગામેથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

✍️ रिपोर्टर: Mehul Sinh Jadeja 🗓 06 अग. 2026, 11:10 AM 👁 27
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરના મઢુત્રા ગામેથી રૂ.5.43 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પાટણ એલ.સી.બી. પોલીસે સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી મઢુત્રા ગામેથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ એલ.સી.બી.ની ટીમ સાંતલપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મઢુત્રાથી કચ્છ તરફ જતી નર્મદા કેનાલના સાયફનની બાજુમાં આવેલી પડતર જમીનમાં બાવળની ઝાડીઓમાં તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ઝાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2,208 બોટલો, જેની કુલ કિંમત રૂ.5,43,168 હોવાનું જણાવાયું છે, મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આ દારૂનો જથ્થો મઢુત્રા ગામના ઈશ્વરભાઈ શંકરભાઈ કોલી દ્વારા સંતાડવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. જોકે કાર્યવાહી દરમિયાન તે સ્થળ પર હાજર મળી આવ્યો નહોતો. પોલીસે તેને પકડવાના બાકી આરોપી તરીકે દર્શાવી સાંતલપુર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ 65-A-E, 116(B), 81, 83 અને 98(2) હેઠળ ગુનો નોંધાવ્યો છે.
આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પીઆઈ આર.જી. ઉનાગરની દેખરેખમાં કરવામાં આવી હતી. કાર્યવાહીમાં પી.એસ.આઈ. એસ.બી. સોલંકી, પી.વી. ચૌધરી સહિત એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
📲Get App