🔥 ट्रेंडिंग শিলিগুড়িতে প্রবল বৃষ্টিতে ব্যাহত পুজো... બાલાસિનોરમાં ભાથીજી સર્કલના નિર્માણ મા... लक्ष्मी का जन्मदिन धूमधाम से मनाया गया... इलेक्ट्रॉनिक आयोग से गोवा में 97 पात्र... नागालैंड मंत्री सुपोंगमेरेन जामीर ने ए... नागालैंड सीएम ने फेलोशिप कार्यक्रम शुर...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠા: સિંચાઈ વિભાગના હેડ ક્લાર્ક અને એક વ્યક્તિ રૂ. 50,000 ની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા..
अपराध

બનાસકાંઠા: સિંચાઈ વિભાગના હેડ ક્લાર્ક અને એક વ્યક્તિ રૂ. 50,000 ની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 24 सित. 2026, 06:55 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા મદદનીશ અધિક્ષક (હેડ ક્લાર્ક) અને એક પ્રજાજનને કોન્ટ્રાક્ટરનું લાયસન્સ કાઢી આપવાના બદલામાં રૂ. 50,000 ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે..

દાંતીવાડા સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા મદદનીશ અધિક્ષક (હેડ ક્લાર્ક) નિમેષભાઇ જશુભાઇ પટેલ અને પ્રજાજન ચમનભાઇ નાનજીભાઇ મિસ્ત્રીને રૂ. 50,000 ની લાંચ લેતા ACB દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત માહિતી અનુસાર એક ફરિયાદીએ કોન્ટ્રાક્ટરનું લાયસન્સ મેળવવા માટે અરજી કરી હતી. આ લાયસન્સ કાઢી આપવાના બદલામાં સિંચાઈ વિભાગના હેડ ક્લાર્ક અને અન્ય એક વ્યક્તિ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી..

ફરિયાદીએ લાંચ આપવાની ઈચ્છા ન હોવાથી આ બાબતે ACB નો સંપર્ક કર્યો હતો. ACB એ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી અને લાંચની રકમ લેતી વખતે બંને આરોપીઓને દબોચી લીધા હતા. ACB દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App