🔥 TRENDING પુર ને કારણે નુકશાન થયેલ પરિવારો ને બહ... Minor Pregnancy Case Unfolds in Niali,... Gujarat CM Bhupendra Patel’s US Trip T... Gujarat CM meets business leaders in N... Gujarat CM seeks US investment, mobili... Gunfire erupts at Rahimpur vegetable m...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હાઈવે પર 50 કિમીમાં ટ્રોમા સેન્ટર કે રેસ્ક્યૂ ટીમ કેમ નહીં? હાઈકોર્ટનો NHAIને સવાલ

✍️ Reporter: Semil Lakhani 🗓 22 Aug 2026, 06:30 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને ‘ગોલ્ડન અવર’માં સારવાર મળે તે જરૂરી

અમદાવાદ: હાઈવે પર અકસ્માત સર્જાય ત્યારે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે ટ્રોમા સેન્ટર અને રેસ્ક્યૂ ટીમની સુવિધા હોવી જરૂરી છે. આ મુદ્દે હાઈકોર્ટે NHAI અને સંબંધિત તંત્રને મહત્વના સવાલો કર્યા છે.

50 કિમીમાં ટ્રોમા સેન્ટરની જરૂરિયાત

હાઈકોર્ટે સૂચવ્યું છે કે હાઈવે પર અકસ્માતગ્રસ્તોને ઝડપથી સારવાર મળી રહે તે માટે આશરે 50 કિમીના અંતરે ટ્રોમા સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ. સાથે જ દર 100 કિમીમાં યોગ્ય રેસ્ક્યૂ સાધનો અને તાલીમબદ્ધ ટીમની ઉપલબ્ધતા અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

‘ગોલ્ડન અવર’માં સારવાર કેમ જરૂરી?

અકસ્મતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિ માટે શરૂઆતનો સમય અત્યંત મહત્વનો હોય છે. અકસ્માત બાદના ‘ગોલ્ડન અવર’ દરમિયાન તાત્કાલિક સારવાર મળે તો જીવ બચાવવાની શક્યતા વધી શકે છે. પરંતુ હાઈવે પર પૂરતી ટ્રોમા અને રેસ્ક્યૂ સુવિધા ન હોવાને કારણે ઈજાગ્રસ્તોને સારવાર માટે લાંબું અંતર કાપવું પડે છે.

એમ્બ્યુલન્સથી થતા વિલંબ પર પણ ચિંતા

સુનાવણી દરમિયાન એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં થતો સમય અને સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હાઈવે પર યોગ્ય રેસ્ક્યૂ ટીમ અને જરૂરી સાધનો ઉપલબ્ધ હોય તો અકસ્માત બાદની કામગીરી વધુ ઝડપથી થઈ શકે છે.

NHAI પાસે અકસ્માતના ડેટા અને સુવિધાનો રિપોર્ટ માંગ્યો

હાઈકોર્ટે NHAI અને સંબંધિત અધિકારીઓ પાસેથી હાઈવે પર ઉપલબ્ધ ટ્રોમા સેન્ટર, એમ્બ્યુલન્સ, રેસ્ક્યૂ સુવિધા અને અકસ્માતોના વાસ્તવિક ડેટા અંગે વિગતવાર માહિતી રજૂ કરવા જણાવ્યું છે. આ મામલે આગામી સુનાવણીમાં વધુ ચર્ચા થશે.
📲Get App