🔥 TRENDING Bhopal Power Cut on Oct 30: 2‑6‑Hour O... परीक्षा और बारिश के कारण रायबरेली-कानप... Kya prayagraj khatre me hai राजू भाई को मिली बेटी की सौगात વેજલપુર (અમદાવાદ)ના જલીયાણા સત્સંગ મંડ... राहुल गांधी और महेश भाईया एक साथ आए
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુંજાળા પ્રાથમિક શાળાના શિક્ષક મનુભાઈ પટેલનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો જેમા 5 લાખની માતબર રકમ ભેટ આપી

✍️ Reporter: Gilani Asikali 🗓 30 Oct 2026, 12:04 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધારાસભ્ય હાર્દિક પટેલે હાજરી આપી શિક્ષકની શિક્ષણસેવાને બિરદાવી દેત્રોજ તાલુકાના ગુંજાળા ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષકશ્રી મનુભાઈ પટેલના નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત શિક્ષકને શુભેચ્છાઓ પાઠવી હતી.
શિક્ષક મનુભાઈ પટેલે પોતાના જીવનનાં અમૂલ્ય ૨૪ વર્ષ ગુંજાળા પ્રાથમિક શાળામાં શિક્ષણ અને સમાજસેવા માટે સમર્પિત કર્યા છે. તેમની લાંબી અને નિષ્ઠાપૂર્વકની શિક્ષણસેવાને બિરદાવતાં નિવૃત્તિના આ પ્રસંગે શાળાના વિકાસ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યના ઉમદા હેતુથી શાળાને રૂપીયા 5 લાખની માતબર રકમ ભેટ અર્પણ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે વ્યક્તિ નિવૃત્તિ સમયે પોતાની સેવાઓ પૂર્ણ કરે છે, પરંતુ મનુભાઈ પટેલે નિવૃત્તિના દિવસે પણ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેમણે વધુમાં મનુભાઈ પટેલની ૨૪ વર્ષની શિક્ષણસેવા, સમર્પણ અને ઉદારતાને હૃદયપૂર્વક બિરદાવી હતી. સાથે જ તેમના નિવૃત્ત જીવન માટે સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
સાચા શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા નથી, તેમનું જ્ઞાન, સંસ્કાર અને શિક્ષણ અનેક પેઢીઓનું ભવિષ્ય ઘડતા રહે છે. મનુભાઈ પટેલે શાળાને આપેલી રૂપીયા 5 લાખની ભેટ સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App