🔥 TRENDING India-Mongolia Joint Military Exercise... Uttarakhand Students Visit Uttar Prade... 6 Engineers Suspended After Contaminat... Delhi Lawyers Oppose New Challan Rules... હિંમતનગર-ઈડર હાઈવે પર સ્કોર્પિયો કારથી... Uttarakhand CM Pushkar Singh Dhami Cal...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સમઢીયાળામાં રખડતા શ્વાનનો આતંક: 5 બાળકોને બચકાં, એકની રાજકોટ ખસેડાઈ સારવાર

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 22 Sep 2026, 01:15 AM 👁 9
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના સમઢીયાળા ગામે છેલ્લા ત્રણ દિવસમાં રખડતા શ્વાને 5 બાળકોને બચકાં ભર્યા છે, જેના પગલે ગામમાં ભયનો માહોલ છે અને તંત્રે સતર્કતા જારી કરી છે.

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના સમઢીયાળા ગામે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે. મળતી માહિતી મુજબ રખડતા શ્વાને ગામના 5 બાળકોને બચકાં ભર્યા છે.

બચકાંથી ઈજાગ્રસ્ત થતાં ત્રણ બાળકોને તાત્કાલિક સારવાર માટે અમરેલી ખાતે અને એક બાળકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યું છે.

આ ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલીઓમાં ચિંતા વધી છે અને ગ્રામજનોએ તંત્રને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

સ્થાનિક તંત્ર દ્વારા સતર્કતા જારી કરવામાં આવી છે અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
📲Get App