🔥 ट्रेंडिंग जैथरा में गणेश चतुर्थी पर भव्य महाआरती... ગણેશોત્સવ: વિસર્જન સમયે નાગરિકો માટે ઠ... जैथरा में भव्य गणेश विसर्जन: श्रद्धालु... ઉનામાં ચંદ્રકિર ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ... சூலூர் தாவெக எம் எல் ஏ சுகுமார் மீது க... दिल्ली ट्रैफ़िक पुलिस ने नियमों के लूप...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં ગણેશ વિસર્જન: હજીરા દરિયાકિનારે 5 કિલોમીટર લાંબી મૂર્તિઓની લાઈન, 2 દિવસ લાગશે

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 25 सित. 2026, 10:14 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં આ વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન મુંબઈના લાલબાગ જેવા અદભુત દ્રશ્યો સર્જાયા છે. હજીરા, ડુમસ અને મગદલ્લા દરિયાકિનારે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે, જેમાં હજીરા ખાતે 500 જેટલી વિશાળકાય પ્રતિમાઓની 5 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી.

સુરતમાં આ વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન મુંબઈના લાલબાગ જેવા અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હજીરા, ડુમસ અને મગદલ્લા દરિયાકિનારે બાપ્પાને વિદાય આપવા માટે ભક્તોનું ભારે મહેરામણ ઉમટી પડ્યું છે. સૌથી વધુ ચર્ચા હજીરાની થઈ રહી છે, જ્યાં 15 થી 25 ફૂટ ઊંચી વિશાળકાય 500 જેટલી ગણેશ પ્રતિમાઓની 5 કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ છે. મૂર્તિઓની વિશાળતા અને ભક્તોની ભારે ભીડને જોતા આ વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થવામાં 2 દિવસ જેટલો સમય લાગી શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

સુરત શહેરમાં નાની-મોટી મળીને કુલ 90,000 જેટલી ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા વિસર્જન માટે અગાઉથી જ ચુસ્ત બંદોબસ્ત અને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. આયોજકો દ્વારા કૃત્રિમ તળાવો અને અન્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી.

જોકે, અનંત ચતુર્દશીના બપોર પછી શહેરના મોટા ગણેશ મંડળો પોતાની વિશાળકાય પ્રતિમાઓ લઈને વિસર્જન માટે માર્ગો પર ઉતરી પડ્યા હતા. એકસાથે મોટી સંખ્યામાં વિશાળ પ્રતિમાઓ માર્ગો પર આવતા ટ્રાફિક અને વિસર્જન વ્યવસ્થાપનને લઈને તંત્રની ચિંતામાં અચાનક મોટો વધારો થઈ ગયો હતો. તંત્ર દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે વધારાના પોલીસ બળ અને વાહન વ્યવસ્થાપનની ગોઠવણ કરવામાં આવી હતી.
📲Get App