🔥 ट्रेंडिंग ગુજરાત પોલીસમાં 10 પોલીસ ઇન્સ્પેક્ટરની... મહેસાણા જિલ્લાના ચરાડુ ગામે પોલીસે ૪૧,... त्रिपुरा के मुख्यमंत्री ने पीएम मोदी क... राष्ट्रपति द्रौपदी मुर्मू ने हिमाचल के... हिमाचल के मुख्यमंत्री सुखू ने शिमला के... यामी गौतम की मंडी में 100 साल पुरानी ल...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ-માલવણ હાઇવે પર બોલેરો ગાડી પલટી ખાતાં અકસ્માત5 જેટલા શ્રમિકોને નાની-મોટી ઈજાઓ, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 07 अक्टू. 2026, 11:58 PM 👁 17
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ-માલવણ હાઇવે પર રોડ સાઈડમાં અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વડગાસ ગામના પાટિયા પાસે પૂરઝડપે પસાર થઈ રહેલી બોલેરો ગાડી અચાનક પલટી ખાઈ રોડ સાઈડમાં ખાબકી હતી.અકસ્મતમાં ગાડીમાં સવાર પાંચ જેટલા શ્રમિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢી મદદરૂપ બન્યા હતા.
ત્યારબાદ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવશે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App