🔥 ट्रेंडिंग एमपी में तापमान 12°C से नीचे, भोपाल‑इं... पति ने पत्नी का सिर काटा, मंदिर में सि... पश्चिम बंगाल ने नई निवेश नीति से नौकरी... उज्जैन में धनतेरस 2024: शुक्रवार, 6 नव... कुशीनगर में भाजपा महिला पदाधिकारी के आ... एम्स पटना में 19किडनी ट्रांसप्लांट सफल
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરત મહાનગરપાલિકાની આવાસ યોજનામાં સાયબર ફ્રોડ: 48 વર્ષીય શ્રમિકની 94,671 રૂપિયાની ઠગાઈ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 अक्टू. 2026, 10:41 PM 👁 51
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં SMC આવાસ યોજનાના નામે સાયબર ફ્રોડની ઘટનાઓ વધી રહી છે, જેમાં 48 વર્ષીય શ્રમિકને ગઠિયાએ 94,671 રૂપિયાની ઠગાઈ કરી.

સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાની આવાસ યોજનાના નામે સામાન્ય અને જરૂરિયાતમંદ નાગરિકો સાથે સાયબર ફ્રોડની ઘટનાઓ વધી રહી છે.

સિંગણપોર ગામ વિસ્તારમાં રહેતા અને ગાંધીધામ ખાતે કેફેમાં મજૂરીકામ કરતા 48 વર્ષીય શ્રમિકને SMC આવાસ યોજનામાં ‘સેટિંગ’ કરીને મકાન અપાવી દેવાની લાલચ આપી ગઠિયાએ ટુકડે-ટુકડે કુલ રૂ. 94,671 પડાવી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે.

આ અંગે ભોગ બનનાર આધેડે સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગઠિયા સામે છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App