🔥 TRENDING Constitution Day Celebrated Across Ind... વલસાડમાં 'બાળ મેળો-2026'નું ભવ્ય આયોજન India A's Rising Stars Asia Cup Campai... ਜਗਜੋਤ ਸਿੰਘ ਲਾਲੀ ਨੂੰ ਲਿਟੀਗੇਸ਼ਨ ਇੰਚਾਰਜ ਨ... New Zealand Struggles on Day 1 of 2nd... વલસાડમાં બંધારણ દિવસે 'વિકસિત ભારત યુવ...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વાપીના ડુંગરા ખાતે 45 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સફળ લોકાર્પણ

✍️ Reporter: Makvana Chandravadan bahadurbhai 🗓 27 Nov 2026, 09:02 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાપીના ડુંગરા ખાતે 45 MLD ક્ષમતાવાળો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં લોકાર્પિત થયો, જે નાગરિકોને શુદ્ધ પાણી પુરવઠો સુનિશ્ચિત કરશે.

વાપીના ડુંગરા ખાતે નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈએ 45 MLD ક્ષમતાવાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.

મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ નાગરિકોને શુદ્ધ સરફેસ વોટર પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. 45 MLD પ્લાન્ટથી પૂર્વ વિસ્તાર અને ચલાને પાણી મળશે, અને વધુ એક 45 MLD પ્લાન્ટથી આગામી 25 વર્ષ સુધી પાણીની અછત નહીં રહે.

પ્લાન્ટ 31.15 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. દમણગંગા નદી પર ઇન્ટેક વેલ, ડુંગરા હેડવર્ક્સ ખાતે 45 MLD ક્ષમતાનો પ્લાન્ટ, 2 કરોડ 10 લાખ લિટર ક્ષમતાનો ભૂગર્ભ સંગ્રહ અને 20 લાખ લિટર ક્ષમતાની પાણીની ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

લોકાર્પણ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના કમિશનર એન. એફ. ચૌધરી, જીઆઇડીસી એન્જિનિયર કે.ડી.પટેલ, મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેષભાઈ દેસાઈ, ચેરમેન સતીષભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ, સંગઠનના શીલ્પેશ દેસાઈ, શહેર પ્રમુખ મનીષ દેસાઈ અને પૂર્વ નગરપાલિકા પ્રમુખો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.
📲Get App